Gujarat Weather Forecast: અશોક પટેલની આગાહી આ તારીખે માવઠું થશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે ફરી માવઠાની શકયતા વ્‍યકત કરી છે આગામી તા. ૮ અને ૯ જાન્‍યુઆરીના કમોસમી વરસાદની શકયતા છે.

તેઓએ જણાવેલ કે હાલમાં ન્‍યુનતમ તાપમાન રાજકોટ સિવાય દરેક સેન્‍ટરમાં નોર્મલથી એક-બે ડીગ્રી ઉંચુ છે રાજકોટમાં ન્‍યુનતમ તાપમાન આજે ૧૦.પ ડીગ્રી નોંધાયેલ જે નોર્મલથી બે ડીગ્રી નીચુ છે બાકીના સેન્‍ટરો અમદાદા ૧૪.૩, વડોદરા ૧૪.૪, અમરેલી ૧૩.ર, ડીસા ૧૧.ર આ બધા સેન્‍ટર નોર્મલથી બે ડીગ્રી ઉંચા હતા. ભૂજ ૧૦.૯ નોર્મલથી એક ડીગ્રી ઉંચુ હતું.

૮ જાન્‍યુઆરી આસપાસ પાકિસ્‍તાનને લાગુ નોર્થ ઇસ્‍ટ ઇન્‍ડિયા ઉપરથી પસાર થશે, જુનો ટ્રફ નોર્થ ઇસ્‍ટ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત સુધી લંબાશે. તા. ૮ જાન્‍યુ. આસપાસ એક નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પાકિસ્‍તાન અને લાગુ નોર્થ વેસ્‍ટ ઇન્‍ડિયા ઉપર અસર કરશે.

ગુજરાતમાં વાતવરણ તા. ૭ થી ૧૧ જાન્‍યુઆરી દરમ્‍યાન ન્‍યુનતમ તાપમાન ૧૩ થી ૧૭ ડિગ્રી વચ્‍ચે રહેશે…

શ્રી અશોકભાઇ પટેલે તા. ૪ થી ૧૧ જાન્‍યુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં પવન મુખ્‍યત્‍વે ૧૦ થી ર૦ કિ. મી.ના ઉત્તર-પૂર્વ અને ઉતરના રહેશે. કયારેક પ થી ૧૦ કિ. મી. ની ઝડપ વધુ રહેશે.

તા. ૮ અને ૯ જાન્‍યુઆરીના આસપાસ પાકિસ્‍તાનને લાગુ નોર્થ ઇસ્‍ટ ઇન્‍ડીયા પરથી વે. ડી. પસાર થવાનું હોય જેનો ટ્રફ નોર્થ ઇસ્‍ટ અરબી સમુદ્ર શને લાગુ ગુજરાત રાજય સુધી લંબાશે. જેના લીધે તા. ૮ અને ૯ જાન્‍યુઆરીના સૌરાષ્‍ટ્ર, ગુજરાત, કચ્‍છમાં માવઠાની શકયતા છે.

તા. પ અને ૬ જાન્‍યુઆરીના ન્‍યુનતમ તાપમાન નોર્મલ નજીક રહેશે. ત્‍યારબાદના અગાહી સમયમાં વધુ દિવસો નોર્મલથી બે થી ચાર ડીગ્રી ઉપર રહેશે. હાલ ન્‍યુનતમ તાપમાન નોર્મલ ૧૧ થી ૧ર ડીગ્રી ગણાય.

તેમજ નોર્થ ગુજરાત કચ્‍છમાં બોર્ડર વિસ્‍તારમાં ૧૦ થી ૧૧ ડીગ્રી નોર્મલ ગણાય. આગાહી સમય દરમ્‍યાન ન્‍યુનતમ તાપમાન ૧૩ થી ૧૭ ડીગ્રી તા. ૭ થી ૧૧ જાન્‍યુ. દરમ્‍યાન રહેશે.

Leave a Comment