સૌરાષ્ટ્રમાં લસણના ભાવ નીચા હોવાથી ભાવમાં વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

લસણ બજારમાં સરેરાશ ભાવ નીચા બોલાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં દેશાવરની તુલનાએ સૌરાષ્ટ્રનાં લસણનાં ભાવ નીચા છે અને તાજેતરમાં ભાવ બહુ ઘટી ગયા હોવાથી આજે અમુક સેન્ટરમાં મણે રૂ.૨૫થી ૫૦નો સુધારો જોવા મળ્યો હતો.

દેશાવરમાં  લસણની બજાર માં સરેરાશ મજબૂતાઈનો માહોલ

સારા માલ આવક ઓછી હોવાથી સુધારો બહ ઓછો થયો છે. રાજકોટમાં લસણની ૩૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ મિડીયમ ક્વોલિટીમાં રૂ.૭૦૦થી ૯૦૦, રાશબંધમાં રૂ.૯૦૦થી ૧૦૦૦ અને લાડવામાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦૦નાં હતા.


જામનગરમાં ૪૦૦ કટ્ટાની આવક સામે ભાવ મિડીયમમાં રૂ.9૦૦થી ૮૦૦, રાશબંધમાં રૂ.૯૦૦થી ૧૦૫૦ અને લાડવામાં  રૂ.૧૧૦૦થી ૧૧૫૦નાં ભાવ જોવા મળ્યાં હતાં.

ડી-હાઈડ્રેશન લસણમાં નિકાસ વેપાર ઊંચા ભાવથી થાય છે, પરંતુ તેની હજી કાચા માલ અસર જોવા મળતી નથી. વાવેતર ખૂબજ સારા થયા હોવાથી લસણમાં તેજી કેટલી થશે તે એક ચર્ચાનો વિષય છે.


દેશાવરમાં નિમચ લસણ મંડીમાં ૧૦ હજાર બોરી, ઈન્દોરમાં ૧૦ હજાર બોરીની આવક હતી અને ઈન્દોરમાં લસણનાં ભાવ મિડીયમ ક્વોલિટીમાં કિલોનાં રૂ.૩૫થી ૪૨, મિડીયમમાં રૂ.૪૫થી પર, લાડુમા રુ.૫૦થી ૬૫ અને ફુલ ગોલામાં રૂ.૭૦થી ૭૮નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment