સીંગતેલ-દાણા સુધરતા મગફળીમાં પણ ભાવમાં સુધારો જોવાયો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખાદ્યતેલમાં સુધારાની સાથે સીંગદાણાની બજારો પણ સારી છે અને બીજી તરફ મગફળીની વેચવાલી ધીમી પડી હોવાથી મણે રૂ.૫ થી ૧૦નો સુધારો આજે જોવા મળ્યો હતો.

સીંગદાણામાં પસંદગીનાં કાઉન્ટમાં વેપારોથી બજારમાં મજબૂતાઈ

મગફળીમાં હાલ લેવાલી મર્યાદીત છે, પંરતુ સામે સારા માલની મગફળીની આવકો ઓછી છે. સરેરાશ પિલાણવાળા હાલ ઊંચા ભાવથી ખરીદી કરી રહ્યાં હોવાથી તેમાં બજારો મજબૂત જોવા મળી રહી છે.


ગોંડલમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૯૫૦, રોહિણીમાં રૂ.૮૫૦થી ૯૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૦૦થી ૯૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને હજી ૩૮ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૬૦થી ૯૭૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૯૦૦થી ૧૦૨૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૮૦થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૯૮૦ અને ૯૯ નં,માં રૂ.૮૪૦થી ૯૭પ૫નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૦૪૭૦નાં ભાવ હતાં.


જામનગરમાં ૩૦ હજાર ગુણીની મગફળીની આવક હતી અને ૪૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૪૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૧૭૫નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.

મહુવામાં ૭૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૨૧થી ૧૨૧૧, જી-પમાં રૂ.૯૩રથી ૧૧૪૫ અને જી-ર૦માં રૂ.૮9૭૦થી ૧૦૭૫નાં ભાવ હતાં.


ડીસામાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૧૫૧નાં હતાં. હિંમતનગરમાં ૭થી ૮ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૭૫થી ૧૨૮૬નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment