ખેડૂતોના ખેતરમાં જ્યારે કોઇ પણ ખેતપેદાશ ઊભી હોય ત્યારે તેના ભાવ હમેશા ઊંચા જ હોય છે પણ જ્યારે ખેડૂતના ખેતરમાં ખેતપેદાશ તૈયાર થઇ જાય ત્યારે બજારમાં ભાવ તોડવાના કારસા ચાલુ થઈ જાય છે.
અત્યારે જીરૂ માટે એક વર્ગ એવી વાત ફેલાવી રહ્યો છે કે જીરૂનું વાવેતર મોટું થયું છે અને મોટો પાક આવશે એટલે ભાવ ઘટવા લાગશે. ખેડૂતો આ બધી વાતથી ગભરાઇને ઉતાવળે જીરૂ વેચી નાખે છે.
આવું કરીને ખેડૂતો પોતે જ જીરૂના ભાવ તોડી નાખે છે. ખેડૂતો પાસેથી સસ્તામાં જીરૂ પડાવીને બીજા બધા જ તગડી કમાણી કરે છે. ખેડૂતો જીરૂ તૈયાર થાય પછી જ ખેતરમાંથી જીરૂ કાઢે અને બજારમાં વેચે.
જીરૂમાં વાવેતર ઘટયું છે અને નિકાસ મોટી થવાની છે, ખેડૂતો ભાવ તોડે નહીં…
કાચું જીરૂ ખેતરમાંથી કાઢીને ખેડૂતો તેમના જીરૂની કવોલીટી બગાડે છે અને ભાવ પોતાની મેળે જે તોડી નાખે છે. આવું ન થાય તેનું ખેડૂતો ખાસ ધ્યાન રાખે.
સરકારી આંકડા જીરૂનું વાવેતર વધ્યું હોવાનું ભલે કહેતાં પણ ખેડૂતો પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં ગત્ત વર્ષ કરતાં જીરૂનું વાવેતર ઘટયું છે. ગયા વર્ષે વિક્રમી જીરૂનું નિકાસ થઈ હતી આ વર્ષે પણ વિક્રમી નિકાસ થવાની છે એટલે ખેડૂતો જીરૂ વેચવાની ઉતાવળ ન કરે.
2021 2021 update status of 2023 2024