Coriander price today ધાણાની બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે અને મણે વધુ રૂ.રપનો સધારો થયો હતો. ધાણાની આવકો આજે મર્યાદીત હતી, પરતુ ત્રણ દિવસની રજા બાદ ગોંડલમાં બુધવારે ધાણાની આવકો કેટલી થાય છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
ધાણાના વેપારીઓ કહે છે કે હાલની બજારમાં ટૂંકાગાળા માટે બેતરફી મુવમેન્ટની સંભાવના છે અને ધાણામાં નિકાસ વેપારો સારા થશે તો બજારો આ લેવલથી હજી વધી શકે છે.
ધાણા વાયદા બજાર રૂ.૭૦૦૦ની ઉપર ટકી રહેશે તો વધુ સુધારો આવી શકે છે. દિવાળી સુધીમાં ધાણાના ભાવમાં રૂ.૨૦૦થી ૩૦૦ની તેજી આવે તેવી સંભાવનાં કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ધાણાની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર મોટો આધાર…
ધાણાનો બેન્ચમાર્ક વાયદો રૂ.૬૦ ઘટીને રૂ.૭૦૮૦ની સપાટી પ૨ બંધ રહ્યો હતો પરતુ ઈન્ટ્રા ડે વાયદો રૂ.૦૧૦૦ આસપાસ અથડાયો હતો.
ધાણાનાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈગલ ક્વોલિટીમાં મશીનક્લીનનાં રૂ.૭૪૦૦ અને શોટેક્સનો ભાવ રૂ.૭૫૫૦ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ.૬૭૦૦ અને શોર્ટક્સમાં રૂ.૬૮૦૦ના હતા. ભાવમાં રૂ.૧૦૦થી ૧૫૦નો સુધારો જોવા મળ્યો હતો.
યાર્ડનું નામ | અવાક(બોરીમાં) | ફેરફાર |
---|---|---|
ગોંડલ | 0 | 0 |
જૂનાગઢ | 4300 | 4300 |
જેતપુર | 500 | 150 |
રાજકોટ | 1900 | -600 |
જામજોધપુર | 1200 | 600 |
અન્ય | 800 | 100 |
કુલ અવાક | 8700 | 4600 |
ભાવ એવરેજ | 1325-1475 | 25 |