હાલ કાઠીયાવાડ, નાસિક અને મધ્યપ્રદેશથી આવતા ડુંગળીના પુરવઠો મંદ પડતાં છેલ્લા ચાર દિવસમાં ડુંગળીને ભાવમાં ભડકો થયો છે. અઢારમી ઓક્ટોબરથી ડુમીનો અમદાવાદ કૃષિ ઉત્પન્ન ન બજાર સમિતિમાં આવી રહેલો સપ્લાય સતત ઘટી રહ્યો છે. તેની સામે તેનો ભાવ સતત વધી રહ્યો છે.
અત્યારે ડુંગળીની ક્વોલિટી પ્રમાણે ક્વિન્ટલ દીઠ રૂ. ૨૦૦૦ થી ૫૦૦૦ના ભાવ એપીએમસીમાં બોલાઈ રહ્યા છે. ડુંગળીનો સપ્લાય ઘટતા દુંગમીના કિલોદીઠ ભાવ રુ.૩૫ની આસપાસ ઘતા તે સાત જ વસમાં વધીને રૂ.પપ નો વળોટી ગયા છે.
ગુજરાતના માર્કેટયાર્ડમાં ખેડૂતો કરતા વચેટીયાઓ-છૂટક વેપારીઓને વધુ કમાણી…
ડુંગળીનું છૂટક વેચાણ કરતાં ઓનલાઈન માર્કેટમાં કિલો ડુંગળીને રૂ. ૫૪નો ભાવ આજે બોલાઈ રહ્યો છે. છૂટક રેંકડી પર તો રૂ. ૬૦ જેટલા ઊંચા ભાવ બોલાવા માંડ્યા છે. જોક એપીએમસીમાં ડુંગળીનો સરેરાશ કિવિ્ટલ દીઠ ભાવ રૂ.૩૫૦૦ની આસપાસનો છ. આમ ખેડૂતો કરતાં વચેટિયાઓ અને છૂટક વેપારીઓ વધી કમાણી કરી રહ્યા છે.
ગુજરાતમાં અત્યારે કાઠિયાવાડ એટલે કે મહૂવા અને ભાવનગર તરફના પટ્ટામાંથી ડુંગળીનો સપ્લાય આવે છે. તેનો સપ્લાય માત્ર ૪૦૦ ક્વિન્ટલની આસપાસ છે. તેનો સપ્લાય નોર્મલ થતાં ૨૦ થી રપ દિવસ લાગી જશે. તદુપરાંત નાસિક અને મધ્ય પ્રદેશથી પણ સપ્લાય આવે છે.
સાત દિવસમાં ડુંગળીના સપ્લાયમાં ૪૦ ટકા ઘટાડો થતાં ભાવ ઊંચકાયાઃ ર૦-૨પ દિવસમાં સપ્લાય વધતા ભાવ નોર્મલ થશે…
ડુંગળીના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે કટેલક વિસ્તારમાં વરસાદ ઓછો થવાથી તો કેટલાક વિસ્તારમાં વધુ પડતાં વરસાદને કારણે પાક બગડતા વાવણી મોડી થઈ હોવાથી નવો માલ આવવામાં વિલંબ થયો છે, નવી ડુંગળી આવતા હજીય થોડો સમય લાગશે.
તારીખ | વધુમા વધુ ભાવ (૧૦૦ કિલોનો) | ઓંછામાં ઓંછો ભાવ (૧૦૦ કિલાનો) | સપ્લાય (ક્વિન્ટલમાં) |
૧૮-૧૦-૨૩ | રૂ.૩૫૦૦ | રૂ.૧૫૦૦ | પ૨૬૪ |
૧૯-૧૦-૨૩ | રૂ.૩૮૦૦ | રૂ.૧000 | ૫૧૮૬ |
૨૦-૧૦-૨૩ | રૂ ૩૮૦૦ | રૂ.૧૫૦૦ | ૩૯૩૮ |
૨૧-૧૦-૨૩ | રૂ ૩૮૦૦ | રૂ.૧૫૦૦ | ૪૧૭૮ |
૨૩-૧૦-૨૩ | રૂ.૪૩૦૦ | રૂ.૨૦૦૦ | ૪૪૨૬ |
૨૫-૧૦-૨૫ | રૂ.૫૦૦૦ | રૂ.૨૦૦૦ | ૩૨૭૪ |
ડુંગળીમાં લાલચોળ તેજી : મહુવા યાર્ડમાં ઊંચામાં મણના રૂ.૯૪૪ના ભાવ બોલાય, સારી ક્વોલિટીની ડુંગળીનો ભાવ મણનો વધીને રૂ.૮૦૦ થી ૯૦૦ વચ્ચે બોલ્યો…
ખેડૂતોએ ફેર રોપલી કરવી પડી હોવાથી પણ નવો પાક બજારમાં આવવામાં વિલંબ થયો છે. નવો સપ્લાય દિવાળી પૂર્વે નોર્મલ થઈ જવાની ધારણા છે. પરિણામે દિવાળી પૂર્વે ડુંગળીના ભાવ નોર્મલ થઈ જવાની સંભાવના રહેલી છે.
ગુજરાતનો સપ્લાય ૧૦મી નવેમ્બર પછી નોર્મલ થઈ જવાની ધારણા છે, તેની સાથે જ મહારાષ્ટ્રનો નવો સપ્લાય પણ ૨૦થી ૨૨ નવેમ્બર પછી આવવા માંડશે. નવેમ્બર એન્ડમાં અને ડિસેમ્બર આરંભમાં કાઠિયાવાડની નવી ડુંગળીનો સપ્લાય પણ ચાલુ થશે.