ગુજરાત યાર્ડમાં હલકા માલની આવકથી મરચાના ભાવમાં સાધારણ નરમાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મરચાંમાં આ સપ્તાહમાં બજાર સાધારણ નરમ સંરહી હતી. હલકા માલોનું પ્રમાણ જ વધુ હોવાથી ઘરાકી અટકી હતી. ખેડૂતો સારા માલ જૂજ લાવે છે. તેમ નવી આવકો પણ વધતી નથી. નવા માલોમાં પણ ગુણવત્તા સારી બહુ ઓછી આવી રહી છે. મુંબઈમાં ફક્ત ગોંડલના મરચાંમાં આકર્ષણ છે અન્યમાં ઘરાકી ઘણી સુસ્ત છે.

આંધ્ર પ્રદેશના ગંતૂર મથકે બરફની આવક ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ ગૂણી અને નવી આવક ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ ગૂણીની થઈ રહી છે. બરફના ૩૩૪ના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૦,૦૦૦ થી ૨૩,૦૦૦, બરફ તેજાના ઘટીને રૂ. ર૧,૦૦૦ થી ર૩,૫૦૦, બરફ સીડના રૂ. ૧૭,૦૦૦ થી ૧૯,૦૦૦ના મથાળે હતા. નવા તેજાના ર્‌. ર૦,૫૦૦ થી ર૩,૫૦૦, નવા સીડના ફા. ૧૫,૦૦૦ થી ર૦,૦૦૦ના મથાળે હતા.

ખમામમાં આવક ૬૦૦૦ થી ૭૦૦૦ ગૂણીની હતી. ત્યાં તેજાના ભાવ ઘટીને રૂ. રર,૫૦૦ થી ૨૪,૪૦૦ રહ્યા હતા. વરંગલમાં આવક ૧૦,૦૦૦ ગૂણીની હતી. ત્યાં તેજાના રૂ. ર૧,૦૦૦ થી ૨૩,૫૦૦ અને સીડના રૂ।. ૧૫,૦૦૦ થી ર૦,૦૦૦ના મથાળે હતા.

કર્ણાટકના બ્યાડગી મથકે બરફની આવક ઘટીને ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ ગૂણી અને નવી આવક ર૦,૦૦૦ થી ૨૫,૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં સીન્જેન્ટા એવરેજના રૂ. ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦, સારાના રૂ.૩૫,૧૦૦ થી ૪૦,૦૦૦, નવા ૫૫૩૧ના રૂ. ૧૫,૦૦૦ થી ર૦,૦૦૦, બરફના ૫૫૩૧ના ૧૫,૦૦૦ થી ૧૮,૦૦૦, કાશ્મીર મરચાંના રૂ. ૪૦,૦૦૦ થી ૫૫,૦૦૦ના મથાળે હતા.

ગોંડલ મથકે ત્યાંના મરચાંના ભાવ રૂ. ૧૫,૦૦૦ થી રર,૫૦૦ના મથાળે રહ્યા હતા.

મુંબઈમાં ગંતૂરની વીકલી એકાદ બે ગાડીની આવક થઈ હતી. અહીં બરફ ૩૩૪ના ભાવ રૂ. ૨૫,૦૦૦ થી ર૬,૫૦૦ અને તેજા બરફના રૂ. ર૬,૦૦૦ થી ર૬,૫૦૦ના મથાળે રહ્યા હતા.

મુંબઈમાં બ્યાડગીની વીકલી ૩થી ૪ ગાડીની આવક રહી હતી. અહીં સીન્જેન્ટા એવરેજના રૂ. ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ અને સીન્જેન્ટા સારાના રૂ. ૪૫,૦૦૦ થી ૫ર,૫૦૦ના મથાળે હતા. ૫૫૩૧ના રૂ. ૧૯,૦૦૦ થી ર૧,૦૦૦ અને કાશ્મીર મરચાંના રૂ. ૫૫,૦૦૦ થી ૬૫,૦૦૦ના મથાળે રહ્યા હતા. નવા અનિગીરીના ભાવ વધીને રૂ. ૬૫,૦૦૦ થી ૭ર,૫૦૦ના ઊંચા મથાળે બોલાયા હતા.

મુંબઈમાં ગોંડલના મરચાંનું આકર્ષણ ચાલુ રહ્યું છે. વીકલી ૧૫થી ર૦ ગાડીની આવક રહી હતી. અહીં એવરેજના ભાવ રૂ. ૨૦,૦૦૦ થી ૨૨,૫૦૦ અને સારાના રૂ. ર૫,૦૦૦ થી ૩૦,૦૦૦ના મથાળે રહ્યા હતા.

Leave a Comment