ગુજરાતમાં લસણની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. દેશાવરમાં આવકો ઓછી છે અને ભાવમાં કિલોએ રૂ.પ થી ૭ વધ્યાં હતાં. ગુજરાતમાં ત્રણેય સેન્ટર રાજકોટ, ગોંડલ અને જામનગરમાં આવકો બહુ જૂજ થાય છે અને સામે સ્ટોકિસ્ટોની લેવાલી સારી હોવાથી સરેરાશ લસણની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે.
રાજકોટમાં લસણની ૧૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.૧૪૦૦થી ૧૫૦૦, મિડીયમ રૂ.૧૫૦૦થી ૨૨૦૦, સારી ક્વોલિટીમાં રૂ.૨૦૦૦થી ર૬૦૦ અને સુપર માલમાં રૂ.૨૬૦૦થી ૩૨૦૦ હતાં. ઉચામા ભાવ રૂ.૩૦૦૦થી ૩૩૧૫ ક્વોટ થયા હતાં. હિમાચલનું લસણ પણ રાજકોટમાં આવે છ, જેમાં ભાવ ઊંચામાં ચાલુ સપ્તાહે રૂ.૬૦૦૦ સુર્ધો બોલાયાં હતાં.
ગોંડલમાં ૫૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં મૂંડામાં રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ અને સારા માલ રૂ.૨૫૦૦ થી ૫૦૦ સુધીનાં ક્વોટ થયા હતા. જામનગરમાં લસણની ૧૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૫૦ થી ૩૨૯૦ હતાં.
સારી ક્વોલિટીનાં લસણમાં મણનાં રૂ.૩૦૦૦ થી ૩૫૦૦નાં ભાવ બોલાવા લાગ્યા, સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણેય સેન્ટરમાં આવકો ઓછી, દેશાવરની આવકોથી બજારને ટેકો…
દેશાવરમાં લસણની આવક ઈન્દોરમાં ૧૦ હજાર કટ્ટા, નિમચમાં ૧૫ હજાર કટ્ટા, બારનમાં ૪૦ હજાર કટ્ટા, ભામાશા ૯ હજાર કટ્ટા, છીપાબરોડ ૭ હજાર કટ્ટા, ભામાશાહ કોટા મંડી સાત હજાર કટ્ટાની આવક હતી.
રાજસ્થાનમાં ૬૦થી ૭૦ હજાર કટ્ટા અને મધ્યપ્રદેશમાં ૭૦ હજાર કટ્ટાની આવક થઈ હતી. લસણનાં ભાવ કડીવાળા માલમાં ક્વિન્ટલના રૂ.૪૪૦૦ થી ૫૦૦૦, એવરેજ રૂ.૬૫૦૦ થી ૬૭૦૦, મિડીયમ માલ રૂ.૭૦૦૦ થી ૯૦૦૦, સ્ટોક ક્વોલિટીમા રૂ.૬૭૦૦ થી ૧૦,૦૦૦નાં ભાવ હતાં. ઉચામાં સારા માલમાં રૂ.૧૩,૦૦૦ થી ૧૪,૫૦૦નાં ભાવ હતાં.