મરચાંમાં આ સપ્તાહમાં એકંદરે સુસ્ત ટકેલું માનસ મરવુ હતું. હાલ દિવાળી ટાંકણે ઘરાકી મંદ છે. નિકાસ વેપાર પણ સાધારણ છે. આંધ્ર પ્રદેશમાં આખરે મેઘરાજાની કૃપા વરસતા રાહત થઈ છે.
આંધ્ર પ્રદેશના ગંતુર મથકે આવક ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં ૩૩૪ના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ર૧,૦૦૦ થી ર૪,૫૦૦, સીડના રૂ. ૧૮,૦૦૦ થી રર,૦૦૦ અને તેજાના ઘટીને રૂ. ર૧,૦૦૦ થી ર૪,૦૦૦ના મથાળે રહ્યા હતા.
ખમામમાં આવક ૧૦,૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં તેજાના ભાવ ઘટીને રૂ. રર,૫૦૦ થી ર૪,૮૦૦ રહ્યા હતા. વારંગલમાં આવક ૧૦,૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં તેજાના ઘટીને રૂ. ર૧,૦૦૦ થી ૨૩,૭૦૦ અને સીડતા રૂ।. ૧૮,૦૦૦ થી ૨૧,૦૦૦ના મથાળે રહ્યા હતા.
કર્ણાટકની બ્યાડગી મથકે કોલ્ડની આવક ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ ગૂણી અને નવી આવક ૬૦૦૦ થી ૭૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં સિન્જેન્ટાના એવરેજના રૂ. ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦, સિન્જેન્ટા સારાના રૂ. ૪૦,૦૦૦ થી ૪૫,૦૦૦, ૫૫૩૧ના રૂ।. ૧૫,૦૦૦ થી ૧૮,૦૦૦, ૫૫૩૧ તવાના રૂ. ૧૫,૦૦૦ થી ર૦,૦૦૦ તેમ જ કાશ્મીર મરચાંના રૂ. ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ના મથાળે રહ્યા હતા.
મધ્યપ્રદેશમાં નવી આવક ૧ર,૦૦૦ થી ૧૩,૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં દંડીવાળાના રૂ. ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ અને ઇંડીકટના રૂ.ર૦,૦૦૦ થી ૨૨,૫૦૦ના મથાળે હતા.
મુંબઈમાં ગંતુરની એકાદ ગાડીની આવક થઈ હતી. અહીં ૩૩૪ના રૂ.ર૬,૦૦૦ થી ર૭,૦૦૦ અને તેજાના રૂ.૨૬,૦૦૦ થી ર૭,૦૦૦ના મથાળે રહ્યા હતા.
મુંબઈમાં બ્યાડગીની વીકલી ચારથી પાંચ ગાડીની આવક રહી હતી. અહીં સિન્જેન્ટાના એવરેજના રૂ. ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦, સિન્જેન્ટા સારાના રા.૪૫,૦૦૦ થી પર,૫૦૦, કાશ્મીર મરચાંના રૂ.૫૫,૦૦૦ થી ૯૦,૦૦૦ અને ૫૫૩૧ના રૂ.૧૯,૦૦૦ થી રર,૦૦૦ના મથાળે હતા. ગોંડલ મરચાંના મુંબઈમાં રૂ. ર૮,૦૦૦ થી ૩૫,૦૦૦ અને મથકે રૂ. ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ના મથાળે રહ્યા હતા. ઘરાકી તદ્દન ખપપૂરતી રહી હતી.