ગુજરાતમાં ઘઉંની બજારમાં આવકો ઓછી થતા ઘઉંના ભાવમાં પણ ઘટાડો કેવા રહેશે ભાવ ?

ઘઉંની બજારમાં ભાવ ઊંચી સપાટીથી ગયા સપ્તાહમાં થોડા ઘટ્યાં હતાં. ગુજરાતમાં ખુલ્લા બજારમાં ઘઉંની ખાસ આવકો થતી નથી. વૈશ્વિક ભાવ ઘટ્યાં હોવાથી લોકલ નિકાસકારોની અને મલ્ટીનેશનલ કંપનીઓની ઊંચા ભાવથી લેવાલી ઘટી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦નો ઘટાડો થયો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ … Read more

ગુજરાતમાં ઘઉંની નવી અવાક સાથે ઘઉંના સરકારી ટેકાના ભાવ સ્થિર

ઘઉંમાં બજારો નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને નવા ગુજરાતમાં ઘઉંની આવકો હવે શરૂ થઈ ગઈ છે અને મધ ગુજરાતમાં સાણંદ-બાવળા-નડીયાદ લાઈનમાં હવે થોડા દિવસમાં નવા ઘઉંની આવકો શરૂ થવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ ઘઉંનાં બજારમાં ભાવ હાલ નીચામાં મિલબર ક્વોલિટીનાં રૂ.૩૩૦ આસપાસ બોલાય રહ્યાં છે, જેમાં હવે બહુ ઘટાડો થાય તેવા ચાન્સ … Read more

કેશોદમાં નવા ઘઉંની આવક: મિલોના ઘઉંના ભાવમાં મજબૂતાઈ

ઘઉં બજારમાં ભાવ મજબૂત સપાટી પર અથડાય રહ્યાં છે, પરંતુ બીજી તરફ નવા ઘઉંની આવકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકલા કેશોદમાં ૧૨૦૦ ગુણી ઉપરની આવક થઈ હતી. આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ નવા ઘઉંનાં વેપારો વધી જાય તેવી ધારણાં છે. હાલ કંપનીઓની ખરીદી ધીમી પડી છે અને સૌની નજર નવા ઘઉ … Read more

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકો 8 થી ૧૦ દિવસમાં વધવાની સંભાવના

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંનું આગમન છૂટક-પૂટક શરૂ થઈ ગયું છે, પંરતુ આગામી સપ્તાહથી તેમાં વધારો થાય તેવી ધારણાં છે. બીજી તરફ ઘઉનાં ભાવ સતત તુટી રહ્યાં છે અને પીઠો આજે મણે રૂ.૫થી ૧૦ નરમ રહ્યાં હતાં. નિકાસકારોની લેવાલી પણ ઘટી છે. કેશોદ, કોડીનાર-ગોંડલ સહિતનાં સેન્ટરનાં વેપારીઓ કહેછે કે અમારા પીઠાઓમાં આજે છૂટક-છૂટક આવકો હતી. જૂનાગઢમાં ૨૦૦ … Read more

ઘઉંમાં નવી સિઝન પહેલા ઘટાડો: શું કરવું જુના ઘઉંનું ?

ગુજરાતમાં નવા ઘઉંની છૂટક આવકો થાય છે અને ચાલુ સપ્તાહથી આવકો રેગ્યુલર શરૂ થાય તેવીધારણાં છે. ઘઉંમાં દિવાળી બાદ આવેલી આગઝરતી તેજીમાં અચાનક કડાકો બોલી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આવકો શરૂ થશે અને બજારમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ઘઉનાં ભાવ મિલબરનાં વધીને ર૦ કિલોનાં રૂ.૩૭૦ થી ૩૭૫ સુધી પહોંચ્યાં … Read more

ઘઉંના ભાવમાં તેજીઃ ગુજરાતથી મ્યાનમાર ૫૦ હજાર ટન નિકાસ થશે

ઘઉંમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે અને બીજી તરફ ગુજરાતનાં પોર્ટ પરથી મ્યાનમાર માટે ૫૦ હજાર ટન ઘઉનાં નિકાસ વેપારો થયા છે. ઘઉંમાં એકધારા અિકાસ વેપારોને પગલે લોકલ બજારમાં પણ લાલચોળ તેજી આવી છે અને શનિવારે મોટા ભાગનાં ઘઉંનાં ભાવ ક્વિન્ટલે રૂ.૨પથી ૫૦ની તેજી આવી ગઈ હતી. ઘઉંની નિકાસ બજાર સાથે સંકળાયેલા ટ્રેડરોનાં જણાવ્યાં પ્રમાણે … Read more