કપાસિયા-ખોળમાં સતત બે દિવસ ભાવ વધતાં કપાસમાં આટલા ભાવ સુધર્યા

કપાસિયા અને ખોળના ભાવ મંગળવારે અને બુધવારે સતત બે દિવસ સુધરતાં કપાસમાં જીનર્સોની લેવાલીનો ટેકો મળ્યો હતો અને કપાસના ભાવ ગુરૂવારે મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. દેશમાં રૂની આવક ગુરૂવારે થોડી વધીને ૨.૮૦ લાખ ગાંસડી નજીક પહોંચી હતી. અમુક એજન્સીઓએ ૨.૯૨ લાખ ગાંસડી રૂની આવક બતાવી હતી. ખેડૂતોના કપાસના સારા ભાવ મળી રહ્યા હોઈ … Read more

કપાસિયા ખોળ સુધરતાં કપાસમાં મંદી અટકી, આટલા રહ્યા કપાસના ભાવ

દેશમાં રૂની આવક બુધવારે ૨.૬૦ થી ૨.૭૫ લાખ ગાંસડી વચ્ચે રહી હતી. ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગાનામાં ડિસેમ્બર મહિનાના આરંભથી આવક એકધારી વધી રહી છે. ઉત્તર ભારતના રાજ્યમાં કપાસની આવક ધારણા પ્રમાણે વધતી નથી જેને કારણે આજે ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા જો કે દેશના અન્ય રાજ્યોમાં કપાસના ભાવ આજે ટકેલા હતા. … Read more

કપાસમાં સતત બીજા દિવસે ભાવમાં સ્થિર ઘટાડો

દેશમાં રૂની આવક મંગળવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી જળવાયેલી હતી. હતી. સોમવારે કપાસના ભાવ સમગ્ર દેશમાં ઘટતાં આજે સવારથી આવક થોડી ઓછી દેખાતી હતી પણ દિવસ દરમિયાન કપાસિયાના ભાવ સુધરતાં ફરી આવક વધી હતી. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હજુ જોઈએ તેવી આવક વધતી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવક રાબેતા મુજબ … Read more

કપાસના ભાવ ચાર દિવસ સતત સુધર્યા બાદ ભાવ તૂટયા

દેશમાં રૂની આવક સોમવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી રહી હતી. સોમવારે સવારથી ફોરેન અને લોકલ રૂ, કપાસ અને કપાસિયાખોળ વાયદા સતત તૂટતાં ગયા હોઇ આજે તમામ બજારોમાં ભાવ ઘટયા હતા. નોર્થમાં માર્કેટયાર્ડો ખુલતાંમાં જ કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૫ તૂટયા હતા. ખોળ વાયદા ઘટતાં કપાસિયા અને ખોળના ભાવ તૂટતાં તેની અસરે કપાસમાં વધુ … Read more

કપાસમાં જરૂરિયાત વધતામાં ભાવ સુધારો, કપાસ વેચવો કે નહીં ?

કપાસના ભાવ ગત્ત સપ્તાહે કહ્યું તેમ સુધર્યા છે. વિતેલા સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં મણે રૂ.૪૫ થી ૫૦નો સુધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના ભાવ ગામડે બેઠા રૂ.૧૦૬૦ થી ૧૦૭૦માં વેચાતો હતો તે હવે રૂ.૧૧૨૫ સુધી વેચાઇ રહ્યો છે. કપાસમાં અઠવાડિયામાં મણે રૂ.૪૫ થી ૫૦ સુધર્યા, નબળી-હલકી કવોલીટોનો કપાસ વેચી નાખવો માર્કેટયાર્ડોમાં કપાસ ઊપરમાં એક તબક્કે રૂ.૧૨૦૦ … Read more

કપાસના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, આટલા ભાવ વધ્યા

દેશમાં રૂની આવક શુક્રવારે અઢી લાખ ગાંસડીથી પણ ઓછી રહી હતી. ચાલુ સપ્તાહે રૂની આવક શરૂઆતથી સવા બે થી અઢી લાખ ગાંસડી વચ્ચે જ રહી હતી. ગુરૂવારે થોડી આવક વધી હતી પણ તે સિવાયના દિવસોમાં આવક બહુ જ મર્યાદિત રહી હતી. સોમવાર-મંગળવારે વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હોવાનું અનુમાન હતું પણ પછી પણ આવક ઓછી … Read more