મકરસંક્રાંતિના માહોલમાં કપાસમાં ઓછા વેપારને કારણે ભાવ ટકેલા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતના માર્કટયાર્ડોમાં કપાસની આવક આજે થોડી ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મકરસંક્રાંતિની અસર અને મકરસંક્રાંતિ પછી ગુજરાત કપાસના ભાવ વધવાની ધારણાએ હાલ સારી ક્વોલીટીના કપાસમાં પક્કડ વધી હોઇ આવક ઘટી રહી છે. ગુજરાતમાં કડી બાજુ કપાસના ભાવ મણે રૂ।.૫ સુધર્યા હતા જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ ટકેલા હતા.

સૌરાષ્ટ્રમાં સોમવારે કપાસની આવક ઘટીને ૧.૮૫ લાખ મણની રહી હતી અને કપાસના ભાવ ટકેલા હતા સૌરાષ્ટ્રના યાર્ડમાં કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૨૫ અને ઊંચામાં સારી ક્વોલીટીના રૂ।.૧૧૫૦ થી ૧૧૭૦ ક્વોટ થયા હતા.

ગામડે બેઠા કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ ટકેલા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર કપાસની કવોલીટી દિવસેને દિવસે બગડી રહી હોઇ હવે મકરસંક્રાંતિ પછી જીનર્સોને સારો કપાસ લેવો હશે તો મણે રૂ।.૧૦ થી ૨૦ વધારે ચૂકવવાનું તૈયારી રાખવી પડશે.

નબળા કપાસની આવક વધશે પણ તેની સામે સારી કવોલીટીનો કપાસ માંડ માંડ મળશે તેવી સ્થિતિ અત્યારથી દેખાઇ રહી છે. જીનપહોંચ કપાસના ભાવ ટકેલા હતા અને વેપારો પાંખા હતા. જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૬૫ થી ૧૧૭૦ બોલાતા હતા.


એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૪૦ થી ૧૧૪૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૨૦ થી ૧૧૨૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૯૦ થી ૧૧૧૦ ભાવ બોલાયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment