Gujarat Weather Forecast : આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણમાં અને વિસ્તારમાં વધારો થઈ શકે છે…

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પર છવાયેલ લૉ પ્રેશર સિસ્ટમ અને તેને આનુષંગિક UAC ના ટ્રફ ની અસર હેઠળ આજે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે.

ગુજરાતમાં વરસાદની મોસમ :

દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે ભારે ઝાપટા તથા કેટલાક સ્થળોએ મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદ પડી શકે.


ગુજરાતના કેટલા જિલ્લામાં પડશે વરસાદ :

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તાર તથા મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તથા કેટલાક સ્થળે મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળે મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના.


આગામી ૨૬ તારીખ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા…

સૌરાષ્ટ્ર હવામાન સમાચાર:

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળે મધ્યમ વરસાદ પડી શકે તો આ સિવાય જામનગર, જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે મધ્યમ વરસાદની સંભાવના.


કેટલો પડશે કચ્છમાં વરસાદ :

કચ્છમાં કેટલાક સ્થળે હળવા-ભારે ઝાપટાની સંભાવના અને આ સિવાય પણ રાજ્યના કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે.

નોંધ: અહીં મુકવામાં આવતી હવામાનની માહિતી હવામાનના મોડેલના આધારે મુકવામાં આવે છે, તેથી મુકવામાં આવતી માહિતીમાં ફેરફાર આવી શકે છે. માટે હવામાન સબંધી માહિતી અને પરિસ્થિતિઓ માટે ભારતીય હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. અને અહીં આપેલ માહિતને ધ્યાનમાં લઈ કોઈ ખાનગી નિર્ણયો લેવા નહીં.

Leave a Comment