આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે ભારે ઝાપટા તથા કેટલાક સ્થળોએ મધ્યમ થી ભારે વરસાદ પડી શકે.
ગુજરાતમાં વરસાદની આગાહી :
મધ્ય પૂર્વ ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારમાં ઘણા સ્થળોએ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના તથા કેટલાક સ્થળે મધ્યમ વરસાદ પડવાની શક્યતા તથા મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા તથા મહેસાણા જિલ્લાઓમાં છુટા છવાયા હળવા ભારે ઝાપટા પડી શકે.
ગુજરાતના કેટલા જિલ્લામાં વરસાદ પડશે ?
બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા પડવાની સંભાવના. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગિરસોમનાથ, ભાવનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા પડી શકે તો આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને બોટાદ જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ મધ્યમ થી ભારે ઝાપટાની સંભાવના.
કચ્છમાં કેટલો પડશે વરસાદ ?
કચ્છમાં એકાદ બે સ્થળે હળવા-ભારે ઝાપટાની સંભાવના અને આ સિવાય પણ રાજ્યના કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે.
નોંધ: અહીં મુકવામાં આવતી હવામાનની માહિતી હવામાનના મોડેલના આધારે મુકવામાં આવે છે, તેથી મુકવામાં આવતી માહિતીમાં ફેરફાર આવી શકે છે. માટે હવામાન સબંધી માહિતી અને પરિસ્થિતિઓ માટે ભારતીય હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. અને અહીં આપેલ માહિતને ધ્યાનમાં લઈ કોઈ ખાનગી નિર્ણયો લેવા નહીં.