ગુજરાતમાં મગફળી ના ભાવ માં સ્થિરતા જણાતા સીંગદાણા ના ભાવ માં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં ભાવ ટકેલા રહ્યાં હતાં. જ્યારે સીંગદાણાની બજારમાં મજબુતાઈ હતી. ગોંડલ યાર્ડમાં ટ્રક ચાલકોની હડતાળને કારણે આજે મગફળીની હરાજી બંધ રહી હતી. ગોંડલમાં મગફળીની હરાજી શુક્રવારે અને શનિવારે બે દિવસ ચાલશે, પછી ફરી શ્રાવણ મહિનાને કારણે રવિવાર અને સોમવાર એમ બે દિવસ બંધ રહેવાની છે.

ગુજરાતમાં મગફળી ની અવાક :

મગફળીની આવકો હવે આગામી દિવસોમાં પીઠાઓમાં ઓછી જ રહે તેવી ધારણાં છે. બીજી તરફ વરસાદ ખેંચાયો હોવાથી ઊભા પાકને રોગ લાગુ પડવા લાગ્યાં છે. મગફળીનાં પાકને એકાદ સપ્તાહમાં જો વરસાદ નહીં પડે તો ઉતારાનાં ગણીતોમાં મોટા ફેરફાર થઈ શકે છે. કચ્છમાં તો હજી સારો કહી શકાય તેવો વરસાદ જ પડ્યો નથી, પરિણામે ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ છે.


મગફળી ની બજાર સમાચાર :

હાલ વેપારીઓ કહે છેકે મગફળીનાં ભાવ લેવાલ આસપાસ અથડાયા કરશે. નાફેડનાં ભાવ ઊંચા છે અને ખુલ્લા બજારમાં હવે વેચવાલી ઓછી છે, પરિણામે બજારમાં ઘટાડાની સંભાવનાં નથી. જો. સીંગતેલનાં ભાવ બહુ ઘટે તો જ બજારમાં ઘટાડો આવી શકે છે.

રાજકોટ મગફળી ના ભાવ :

રાજકોટમાં એક દિવસનાં વિરામ બાદ આજે ફરી હરાજી શરૂ થઈ હતી. રાજકોટમાં ૧૩૦૦ ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે ૩૭માં રૂ.૧૧૩૦ થી ૧૨૮૫, ર૪નં. રોહીણીમાં રૂ.૧૧૨૦થી ૧૨ર૯પ, ૩૯ નં.માં રૂ.૧૧૨૦થી ૧૨૫૦, જી-ર૦માં રૂ.૧૨૫૦થી ૧૩૮૦, ૬૬ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૧૬૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૧૧૩૦થી ૧૧૮૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment