કપાસની બજાર માં સતત ભાવ વધારા સામે ગુજરાતમાં કપાસ ના ભાવ રહ્યા સ્થિર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ન્યુયોર્ક રૂ વાયદામાં સતત ત્રણ દિવસથી તેજીની આગેકૂચ અને દેશભરમાં કપાસનું વાવેતર વધવાના હવે કોઈ સંજોગો ન હોઇ દેશાવરમાં કપાસના ભાવ મજબૂત હતા જો કે સીસીઆઇ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રૂના ભાવ સ્થિર રખાયા હોઇ કપાસમાં મોટી તેજી થતી નથી પણ હવે કોઈ પાસે કપાસનો જથ્થો નથી આથી વગર વેપારે ભાવ બહુ વધી શકે તેમ નથી આથી દેશાવરમાં કપાસના ભાવ સ્થિર હતા પણ બજારનો ટોન મજબૂત હતો.

ગુજરાત કપાસ સમાચાર :

સૌરાષ્ટ્રમાં વરસાદના અભાવે કોઈને કપાસ વેચવો નથી પણ જીનર્સને કપાસની તાતી જરૂરત હોઇ ઊંચા ભાવે પણ થોડા કપાસની ખરીદી થાય છે પણ જ્યારે વાયદા ઘટેલા હોઇ ત્યારે જીનર્સો પણ કપાસ ખરીદતાં નથી આથી વાયદા ઘટે ત્યારે કપાસના ભાવ ટકેલા રહે છે.


કપાસ ના ભાવ :

કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ કપાસના રૂ.૧૭૩પ૫ થી ૧૭૫૦ બોલાતા હતા એટલે કે કપાસના ભાવ ટકેલા હતા. ગામડે બેઠા કપાસના રૂ.૧૭૨૫ થી ૧૭૫૦ બોલાતા હતા.

સૌરાષ્ટ્રમાં કપાસ ના ભાવ :

સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ,અમરેલી અને સતાવરડુડલા કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ૨૧૦૦ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂ.૧૭૭૦, અમરેલીમાં રૂ.૧૭૭૦ અને સાવરકુંડલામાં ઊંચામાં રૂ.૧૭૭૫ હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment