ગુજરાતમાં લસણની ખરીદી ઘટતા, લસણના ભાવ માં આવ્યો ધટાડો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now


હાલ લસણની બજારમાં લેવાલી ઠંડી છે અને વેચવાલી પણ નથી. માર્કેટિંગ યાર્ડો છેલ્લા ૧૫-૨૦ દિવસથી બંધ હોવાથી સરેરાશ બજારમાં ખાસ કોઈ મોટી હલચલ દેખાતી નથી.

બંધ બજારે ગામડેથી ખેડૂતોને લસણના ભાવ રૂ.૬૦૦ થી ૯૦૦ પ્રતિ મણની વચ્ચે લસણ વેચાણ કરી રહ્યાં છે. લસણનાં ખેડૂતોને સલાહ છે કે હાલ જરૂરિયાત હોય તો જ લસણનું વેચાણ કરો, એ સિવાય લસણની બજારમાં સરેરાશ વેચાણ કરવાની સલાહ નથી.

આગામી એકાદ મહિના બાદ કોરોનાની કહેર હળવી થશે અને વેક્સિન અપાય જશે તો કેસ ઘટવા લાગશે અને સરકાર એક પછી એક નિયંત્રણો હળવા કરવા લાગે તેવી ધારણા છે.

લસણમાં લેવાલી ઠંડી અને માર્કેટિંગ યાર્ડા પણ બંધ હોવાથી ભાવ નીચા…

જૂન મહિના બાદ લસણની રિટેલમાં ખપત સારી રહેશે અને બલ્ક હોટલ-રેસ્ટોરન્ટમાં પણ સારી રહેવાની ધારણાં છે. આ તરફ સારો વરસાદ પડી જશે તો બિયારણ માટે પણ માંગ નીકળે તેવી ધારણાં છે, પરિણામે લસણના ખેડૂતો એ વેચાણ કરવા માટે ઉતાવળ કરવી નથી.


સારા ભાવ મળે તો ઘરે બેઠા વેચાણ કરવું નહીંતર યાર્ડ ખુલે તેની રાહ જોવી અને સારૂ લસણ હોય તો તેમાં સારા લસણના માર્કેટ ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૦૦ સુધીનાં ભાવ મળે તેવી પૂરી સંભાવનાં હાલ દેખાય રહી છે.

સંભવિત ૧૦મી મે આસપાસ યાર્ડો ખુલી જાય તેવી સંભાવનાં હાલ દેખાય રહી છે.

Leave a Comment