Gujarat Monsoon Rain Forecast: રાજકોટમાં ગરમી બફારાથી લોકોની હાલત દયનીય બની છે. ખેડુતો પણ વાવણીની રાહ જોઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર છે. આવતા રવિવારથી એટલે કે ૨૩મી જુનથી આખુ અઠવાડીયું મેઘરાજા મહાલશે. ક્રમશઃ વિસ્તારો અન વરસાદની માત્રામાં વધારો થતો જશે. ચોમાસુ ફરી સક્રીય થયું છે અને બંગાળની ખાડીમાં ઉપરાઉપર સિસ્ટમ્સ બની રહી છે.જેની અસર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં જોવા મળશે તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.
બંગાળની ખાડીમાં ચોમાસુ આગળ વધ્યું
તારીખ ૧૦-૬-૨૦૨૪ બાદ થી અરબ સાગર માં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પાંખ સ્થગિત થયેલ. જ્યારે ૩૧-૫-૨૦૨૪ બાદ થી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનીબંગાળની ખાડીની પાંખ સ્થગિત થયેલ. તા.૨૦-૬-૨૦૨૪ના રોજ બંગાળની ખાડીવાળી પાખમાં ચોમાસુઆગળ વધ્યું.જેમાં વિદર્ભ છત્તીગઢ નોર્થ વેસ્ટ બાય ઓફ બૅગાલ સબ હિમાલયન વિસ્તાર પશ્ચિમ બંગાળ અને બિહારના ભાગોમાં દક્ષિણ પક્ષિમ ચોમાસાનું આગમન થયું છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બનશે
બંગાળની ખાડીમાં ઉપરાઉપરી સિસ્ટમ્સ બનશે, વેધરની એક ખાનગી સંસ્થાની તા.ર૩ થી ૩૦ જન સુધીની આગાહી, રવિવારથી આખુ અઠવાડીયુ છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ-ભારેથી અતિભારે વરસાદ પડશે, આવતા સપ્તાહના અંતિમ દિવસોમાં વરસાદના વધુ વિસ્તારો અને વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધવાની સંભાવના
આગામી ૩/૪ દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજયના ભાગો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી,પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ હિમાલયન વિસ્તારોમાં તેમજ ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સંભાવના છે આમ મહિનાના અંત સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજ્યભરના વિસ્તારમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ વધુ અનુકૂળ બની જશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદની શક્યતા
આવતીકાલે તા.૨ર દરમિયાન બંગાળની ખાડીમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ સક્રિય થશે એનો ટ્રફ અરબસાગર સુધી ફેલાશે આમ બંગાળની ખાડીથી અરબસાગર સુધી સિસ્ટમ્સ સક્રિય થશે. બાદ બંગાળની ખાડીમાં બીર્જું અપર એર સાયકલોનિક સકર્યુલેશન થશે. તેનો ટ્રફ બ્રોડ સકર્યુલેશન અને ઈસ્ટ વેસ્ટ શીયર ઝોન તેમજ કેરલથી લઈને મહારાષ્ટ્ર સુધી સક્રિય ઓફ સૌર ટ્રફની સંયુક્ત અસર હેઠળ તા.૨૩ થી તા.૩૦ દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આગામી વરસાદની આગાહી
આગાહીના પાછલા દિવસોમાં વધુ વરસાદના વિસ્તારો અને વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે. રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
આગાહી સમય બાદ રાજ્યમાં વરસાદમાં બાકી રહી ગયેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે.બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બનશે. અને વરસાદી માહોલ જળવાઈ રહેશે.