મગફળી ના ભાવ આજનો: મગફળીમાં અન્ય રાજ્યોની અવાકમાં ઘટાડો આવતા મગફળીના ભાવમાં ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળી ના ભાવ આજનો: મગફળીની બજારમાં ઊભા પાકમાં પીળીયાની ફરીયાદો શરૂ થવા લાગી છે. મગફળીનાં ઉત્પાદક વિસ્તારમાં ભારે વરસાદને પગલે હવે ઉઘાડની જરૂ૨ છે, પંરતુ વરસાદ રહી ગયો છે, પરંતુ તડકો નીકળતો નથી, આગામી બે-ચાર દિવસમાં જો સ્થિતિ સુધરશે નહી તો બગાડ વધી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

મગફળી ના ભાવ આજનો સરેરાશ સારો ક્વોલિટીમાં રૂ.પ થી ૧૦નો સુધારો થયો હતો, આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારો આધાર રહેલો છે, હાલ યુ.પી.ની આવકો બહું ઓછી થઈ ગઈ છે. વરસાદને કારણે વેપારીઓએ ગાડીઓ મંગાવવાની અટકાવી છે.

ડીસામાં ૧૫૦૦ બોરીની આવક હત અને ભાવ રૂ.૯૨૦થી ૧૪૫૩ હતાં. હિંમતનગરમાં આવક નહોંતી.

મગફળી ના ભાવ આજનો રાજકોટ

રાજકોટમાં ૩૫૦૦ ગુણીની આવક હતી. ભાવ જી-૨૦માં ર૨.૧૨૦૦થી ૧૨૮૦, સુપરમાં રૂ.૧૩૪૦થી ૧૩૭૦ હતા. બીટી ૩૨માં રૂ.૧૧૯૦થી ૧૨૫૦, સુપરમાં રૂ.૧૨૫૦થી ૧૨૯૦ના હતા.

સારી ક્વોલિટીની મગફળીનાં ભાવમાં રૂ.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો, મગફળીનાં ઊભા પાકમાં પીળીયાની ફરીયાદો શરૂ થવા લાગીઃ વરાપની જરૂર…

મગફળી ના ભાવ આજનો ગોંડલ

ગોંડલમાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને એટલા જ વેપાર હતા. ભાવ જૃનીમા જી-૨૦માં રૂ.૧૧૫૦થી ૧૩૦૦, સારી ક્વોલિટીમાં રૂ.૧૩૨૫ સુધીનાં ભાવ હતાં. બીટી ૩રમાં રૂ.૧૧૫૦થી ૧૨૮૦ હતા. ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૦૦ અને ૩૭ નં.મા રૂ.૧૧૦૦થી ૧૨૦૦ હતા.

યુ.પી.ની આજે એકાદ ગાડીની આવક હતી, પરંતુ વેપારો થયા નહોંતાં.

સિંગતેલના ભાવ અને અવાક

ખાધતેલ-તેલીબિયાં બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાં છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજાર એક રેન્જમાં અથડાય રહ્યું છે.

સિંગતેલમાં ઉચી સપાટીએ સ્થિરતાઃ નબળા તેલમાં ઘરાકોનો અભાવ, કપાસિયા વોશની બજારમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સ્થિરતા…

સિંગતેલ લુઝના ભાવ

સિંગતેલ લુઝમાં કાચા માલનો વેચવાલી ઓછી છે અને મગફળીનો પાક ધારણાં કરતાં હવે ઓછો થાય તેવી સંભાવનાઓ વધી રહી હોવાથી ભાવમાં મજબૂતાઈ હતી. લુઝ રૂ.૧૫૭૫ના ભાવ સ્ટેબલ છે. વેપારીઓ કહે છેકે આ ભાવથી વેચવાલી નથી અને એકાદ સપ્તાહમાં રૂ.૧૬૦૦ની સપાટી જોવા મળી શકે છે. રિટેલ ઘરાકી અત્યારે પાંખી છે, જો લેવાલી આવશે તો તુરંત રૂ.૧૬૦૦ થઈ શકે છે. ઓગસ્ટ મહિનાથી તહેવારોની માંગ નોકળવા લાગશે. ૧૫મી ઓગસ્ટ બાદ તુરંત એક પછી એક તહેવારો શરૂ થઈ રહ્યાં છે, જેને કારણે પણ બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં સિંગતેલમાં વેચવાલી પણ વધે તેવા સંજોગો નથી.

સિંગતેલના ભાવ

નબળા તેલમાં કોઈ વેપારો નથી અને ઘરાકી પણ નથી. લુઝ બે ટકા એફ.એફ..એનો ભાવ રૂ.૧૩રપથી ૧૩૪૦ની વચ્ચે ક્વોટ થાય છે. છેલ્લા ૮-૧૦ દિવસથી ભાવ સ્ટેબલ છે. સારા તેલ વચ્ચેનો બદલો સતત વધી રહ્યો છે અને અત્યારે રૂ.૨૨૫નો બદલો થઈ ગયો છે, જે બતાવે છે કે બજારમાં નિકાસ વેપારો થતા જ નથી.

કપાસિયા વોશ

કપાસિયા વોશની બજારમાં ભાવ રૂ.૯૧૦ની સપાટી પર સ્ટેબલ છે અને આ ભાવથાો વેચવાલી પણ નથી અને લેવાલી પણ મર્યાદીત છે. કપાસિયા તેલની રિટેલ ઘરાકી અત્યારે ઓછી જોવા મળી રહી છે.

Leave a Comment