મગફળીમાં ભાવ ઘટ્યા: સાઉથનાં વેપારીઓ વતન રવાના

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીમાં ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલ લેવાલી ઘટી છે અને સારી બિયારણ ક્વોલિટીમાં અત્યાર સુધી સાઉથનાં વેપારીઓની ઘરાકી હતી, પંરતુ હવે તેઓ પણ એક પછી એક વતન ભણી રવાનાં થવા લાગ્યાં છે.

જામનગરમાં એક તબક્કે ૨૦થી વધુ વેપારીઓની હાજરી હતી, જે હવે ઘટીને બે-ચાર વેપારીઓ જ રહી ગયા છે અને તેમની ખરીદી પણ મર્યાદીત છે. પરિણામે સારી ક્વોલિટીનાં ૯૯, ૬૬ કે ૯ નંબર જેવી સારી ક્વોલિટીની મગફળીનાં ભાવ હવે ઘટવા લાગ્યાં છે અને સારી આવકો પણ ઓછી થવા લાગી છે. હવે ખેડૂતો પાસે ખાસ માલ નથી.


ગોંડલમાં ર ર હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦થી ૧૧૦૫, રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૬૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯૨પના ભાવ હતાં.

રાજકોટમાં ૧૨ હજાર ગુણી મગફળીનાં વેપાર થયા હતાં અને હજી ૬૫ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૪૦થી ૯૩૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૮૮૦થી ૯૬૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૯૦, જી-૨૦માં રૂ.૯૭૦થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૧૦૦૦ અને ૯૯ નં.માં રૂ.૮૪૦થી ૯૭૦ના ભાવ હતાં.


જામનગરમાં પ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦૧૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૨૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.

મહુવામાં ૩૫૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ માં રૂ.૧૦૫૦થી ૧૨૧૫, જી-પમાં રૂ.૬૩૦થી ૧૧૩૨ અને જી-૨૦માં રૂ.૮૮૦થી ૧૧૦૧નાં ભાવ હતાં.


હળવદમાં ૧૨૦૦થી ૧૩૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૬૦૦થી ૯રપનાં ભાવ હતાં.

ડીસામાં ૪૩૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૯૪૦થી ૧૧૩૦નાં હતાં. હિંમતનગરમાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૨૮૩નાં ભાવ હતાં.

Leave a Comment