કપાસમાં સારી કવોલીટીની અછત વધતાં કપાસના ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશની રૂની આવક સોમવારે ઘટી હતી. આધારભૂત સૂત્રોના અનુમાન અનુસાર આવક સવા બે લાખ ગાંસડી આસપાસ રહી હતી ખાસ કરીને નોર્થમાં આવકો વધવાની ધારણા ખોટી પડી હતી.

નોર્થમાં આવક માત્ર ૩૮ થી ૩૯ હજાર ગાંસડી જ રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હતી. દેશાવરમાં સારી કવોલીટીના કપાસની અછતને કારણે કપાસમાં મણે રૂ।.૫ થી ૧૦ સુધર્યા હતા.


નોર્થ અને મહારાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ઊંચામાં રૂ।.૧૧૫૦ સુધી ભાવ બોલાયા હતા. સાઉથમાં પણ તેલંગાનામાં આવક વધતી અટકી ગઇ હતી. ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદને કારણે લગભગ તમામ સેન્ટરમાં આવક ઘટી હતી. કડીમાં પણ સોમવારે આવક ઘટી હતી.

ગુજરાતના અગ્રણી કપાસના બ્રોકરોના કહેવા પ્રમાણે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટતાં તેમજ સમગ્ર ગુજરાતમાં સારા ઉતારાવાળા કપાસની જરીરિયાત સતત વધી રહી હોઇ આજે સારી ક્વોલીટીના કપાસમાં મણે રૂ।. પ થી ૧૦ સુધર્યા હતા જ્યારે એવરેજ અને નબળી કવોલીટીના કપાસના ભાવ ટકેલા હતા.


સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક ૧.૪૫ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૩૫ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ના ભાવ હતા જ્યારે જૂના કપાસની ૨૨૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૨૦ થી ૧૦૫૦ હતા.

જીનપહોંચ કપાસના ભાવ પણ સુધર્યા હતા. એકસ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૪૦ થી ૧૧૪૫ બોલાતા હતા.


એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૩૦ થી ૧૧૩૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧ર૨૦ થી ૧૧૨૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૦૯૦ થી ૧૧૦૫ના ભાવ બોલાયા હતા.

ગામડે બેઠા સારી કવોલીટીના કપાસમાં કોઈ રૂ.૧૧૦૦થી નીચે વેચવાલ નહોતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૨૦૦ ગાડી જ રહી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર કડીના જીનર્સોનો લેવાલીમાં ઓછો રસ અને મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હતી જો કે આજે સારી કવોલીટીના કપાસની શોર્ટેઝ હોઇ કપાસમાં મણે રૂ.૫ થી ૧૦ સુધર્યા હતા.


મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૫૦-૧૧૦૦, મેઇન લાઈનના રૂ.૧૦૮૦-૧૧૦૦, કાઠિયાવાડના રૂ.૧૧૩૦-૧૧૪૦, આંધ્રના રૂ.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના રૂ.૧૧૨૦ થી ૧૧૪૦ હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment