આજથી ગુજરાતમાં તો સૌરાષ્ટ કચ્છ તા.૧૬ /૧૮ મી સપ્ટેમ્બરથી વરસાદની નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે હાલમાં બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેસર હતું. જે આજે સવારે પૂર્વ એમ.પી.ની આસપાસના વિસ્તારમાં છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ના લેવલની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ આ સરકયુલેશન ઝુકે છે. આવતા ૨૪ કલાકમાં પૂર્વ એમ.પી. તરફ ગતિ કરશે.
મોનસૂન ટ્રફ હાલમાં બીકાનેર, કોટા, સતના અને ત્યાંથી વેલમાર્ક લોપ્રેસર ત્યાંથી ડીઘા અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. હાલમાં દોઢ કિ.મી.ના લેવલમાં એક ટ્રફ ઉત્તર પૂર્વ રાજસ્થાનથી વેલમાર્ક લોપ્રેશર સુધી સક્રીય છે.
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
(૧) હાલના વેલમાર્કડ લો ના ૩.૧ કિમિનું યુખેસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. ૫.૮ કેમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
(૨) ૧.૫ કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોમલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજય સુધી આવી શકે.
(૩) સિસ્ટમ અંવેનું અપર લેવલ જ હોં સકચુલેશન ૩.૧ કિમિ અને ૫.૮ કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ડૂંકાવ રહેશે. તેત્તો પ?મ છેડો ગુજરાત રાજ્ય સુધૌ લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
(૪) મોનસુન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/ કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧ ૬ થી ર૩સષ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદના નવા રાઉન્ડેની શકયતા છે. ઘણા વિસ્તરોમાં એકથી વધુ રાઉન્ડની શકયતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી સમયમાં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં વરસાદ ની શકયતા જેમાં કુલ વરસાદ ૩૫ મી.મી. થી ૭૫મી.મી.સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમય માં કુલ વરસાદ ૭૫ મી.મી.થી ૧૨૫ મી.મી.ને પણ વટી જવાની શકયતા. અમુક દિવસ પવનતનું જોર રહેશે.
ગુજરાત રિજિયન નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અન દક્ષિણ ગુજરાત આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તારમાં તો ક્ચારેક વધુ વિસ્તારમાં વરસાદની શકયતા જેમાં કુલ વરસાદ ૫૦ મી.મી.થી ૧૦૦ મી.મી.સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલવરસાદ ૧૦૦ મી.મી. થી ૨૦૦મી.મી.ને પણ વટી જવાની શકયતા છે.
દેશ લેવલે વરસાદની ૧૦૦% ઘટ
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝનનો ૧૧૧% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો ૧૩૬% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો ૭૧% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં ૭૨% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં ૮૬.૫% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં ૧૦% વરસાદની ઘટ છે.