Gujarat Rain Alert: ૧૬મી આસપાસ અષાઢી માહોલ જામશે મેઘરાજાના બે રાઉન્‍ડ, હવામાન વિભાગની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain Alert: વેધરની એક ખાનગી સંસ્‍થાએ સારા સમાચાર આપ્‍યા છે. આગામી સપ્‍તાહ દરમિયાન વરસાદી માહોલની શકયતા વ્‍યકત કરી છે. ઉપરા ઉપરી બે – બે સિસ્‍ટમ્‍સની અસરથી સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં વરસાદના ઉપરાઉપરી બે રાઉન્‍ડ આવવાની સંભાવના છે.

તા.૧૪ જુલાઈ આસપાસ બંગાળ ની ખાડીમાં અપર એર સાઇકલોનીક સર્કયુલેશન બનશે બાદ લો પ્રેશર થવાની શકયતા.તા.૧૬/૧૭ જુલાઈ આસપાસ જમીની ભાગો માં લો પ્રેસર આવી શકે.લો પ્રેશર અને તેને આનુસગિક યુ.એ.સી તેનો ટ્રફ, બ્રોડ સકર્યુલેશન તેમજ ચોમાસુ ધરીનું નોર્મલ કે નોર્મલ થી નીચે તરફ આવી જવું તેની અસર થી તા.૧૬ અને ૧૭ જુલાઈ થી ગુજરાત સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના અલગ અલગ ભાગો માં વરસાદી રાઉન્‍ડ ચાલુ થવાની શકયતા દેખાય રહી છે.

૧૪મી નજીક બંગાળની ખાડીમાં સિસ્‍ટમ્‍સ બનશે, જેની અસરરૂપે ૧૬ કે ૧૭મીથી ત્રણેક દિવસ હળવાથી મધ્‍યમ, ભારે થી અતિ ભારે વરસાદનો અંદાજ : ૧૯મીએ ઉત્તરીય બંગાળની ખાડીમાં બીજુ લો પ્રેશર થશે જેની અસરથી ફરી મેઘરાજા જમાવટ કરશે…

વરસાદી રાઉન્‍ડ તા.૨૦ જુલાઈ સુધી વધ ઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્‍તાર માં હળવો મધ્‍યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદ ની શકયતા છે. ત્રણેક દિવસ વરસાદનું જોર વધુ રહેશે.

જયારે તા.૧૯ જુલાઈ આસપાસ ઉત્તરીય બંગાળ ની ખાડીમાં બીજુ લો પ્રેસર પણ થશે તેની અસરથી તા.૨૦ જુલાઈ બાદ ફરી અષાઢી માહોલ જોવા મળશે. આમ ટૂંક માં તા.૧૬ જુલાઈ થી ૨૩જુલાઈ દરમ્‍યાન બે તબક્કામાં વરસાદના રાઉન્‍ડ આવશે.

અષાઢી માહોલ જોવા મળશે.વધુ દિવસ પહેલા અંદાજ આપેલ હોય ૧-૨ દિવસ પ્‍લસ-માઇનસ થઈ શકે. માત્રને માત્ર ખેતીના આયોજન માટે અંદાજ આપેલ છે. ખરેખર કયાં કેવો વરસાદ કે શું થશે તેની વિગત રેગ્‍યુલર આગાહીમાં આપવામાં આવશે તેમ વેધરની ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યુ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment