Gujarat Weather Update: આ અઠવાડીયે રાજયમાં સચરાચર વરસાદ પડશે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૫ થી ૨૨ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે.
મુખ્ય રાઉન્ડ ૧૯ જુલાઈ સુધીનો રહેશે. સમગ્ર રાજયમાં મોટાભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા ૨ થી ૪ ઈંચ થી વધુ રહેવાની સંભાવના છે. જે ગુજરાત અને આસપાસના મજબૂત યુએસીના લોકેશન આધારીત રહેશે.
અશોકભાઈ પટેલની આગાહી સાથે સાનુકૂળ પરિબળો
અશોકભાઈ પટેલએ જણાવેલ કે હાલની સ્થિતિ અને આગળના પરિબળો આ મુજબ છે. ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરાલા સુધી શક્રિય છે.
સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં વરસાદ માટે અનેક પરિબળો સાનુકૂળ, તા. ૧૫ થી ૨૨ જુલાઈ સુધીની આગાહી : મુખ્ય રાઉન્ડ ૧૯મી સુધી : આગાહી સમય દરમિયાન ૨ થી ૪ ઈંચ તો આઈસોલેટેડ વિસ્તારોમાં ૮ ઈંચથી વધુ ખાબકશે : વરસાદ ગુજરાત અને આસપાસના મજબૂત યુએસીના લોકેશન આધારીત રહેશે…
ચોમાસાની અસર ગુજરાતને અસર
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર ૫.૮ કિમિ ના લેવલનું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી ૧.૫ કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શકયતા.
ગુજરાત પર આવતી સિસ્ટમનું સકર્યુલેશન
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સકર્યુલેશન કે ટ્રફ ૩.૧ કિમિના લેવલમાં છવાશે.
ગુજરાતમાં અશોકભાઈ પટેલની વરસાદની આગાહી
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તા. ૧૫ થી ૨૨ જુલાઈ ૨૦૨૪ સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદના સારા રાઉન્ડની શકયતા છે. અમુક વિસ્તારમાં એક થી વધુ રાઉન્ડની શકયતા મુખ્ય રાઉન્ડ તારીખ ૧૯ જુલાઈ સુધીમાં.
ગુજરાતમાં ક્યાં જિલ્લાઓમાં થશે વરસાદ
સમગ્ર રાજ્યના મોટા ભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા ૫૦ મી.મી. થી ૧૦૦ મી.મી. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદની કુલ માત્રા ૨૦૦ મી.મી. થી વધુ રહેવાની શકયતા છે. જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તા.૧૭ થી પવનનું જોર વધશે.