Gujarat Weather Update: અશોકભાઇ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખ સુધી ચોમાસુ વરસાદ વિરામ લેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Weather Update: ૨૨મી સુધી નોર્થ ગુજરાત, લાગુ કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં સામાન્‍ય વરસાદ રહેશે : અશોકભાઇ પટેલ, આગાહી સમયમાં રાજસ્‍થાનમાં બે એક દિવસ ભારે વરસાદ પડશે, બાદ પાકિસ્‍તાન બાજુ વરસાદ રહેશે.

  • રાજસ્થાનમાં ભારે વરસાદ: આગામી દિવસોમાં રાજસ્થાનમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
  • ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ: રાજસ્થાનના વરસાદની અસરથી નોર્થ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાથી સામાન્ય વરસાદ પડશે.
  • પવનની ગતિ: આગામી દિવસોમાં પવનની ગતિ વધુ રહેશે.
  • વરસાદની માત્રા: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં જિલ્લા પ્રમાણે ૭ થી ૩૫ મીમી વરસાદ પડી શકે છે.
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો: આગાહીના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ગતિવિધિ ઓછી થઈ શકે છે.

આ આગાહી કેટલાક હવામાનના પરિબળો પર આધારિત છે જેમ કે:

  • લો પ્રેશર સિસ્ટમ: નોર્થ વેસ્ટ બંગાળની ખાડી પર લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે.
  • યુએસી: વિવિધ વિસ્તારોમાં યુએસી (Upper Air Circulation) સક્રિય છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, ખાસ કરીને નોર્થ ગુજરાત અને કચ્છમાં. જો કે, વરસાદની માત્રા અને વિતરણમાં ફેરફાર થઈ શકે છે.

ગુજરાતમાં વરસાદની આગાહી: ખેડૂતો માટે રાહતના સમાચાર?

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧૬ થી ૨૨ ઓગષ્‍ટ સુધીની વરસાદની આગાહી કરી છે. આગાહી સમયમાં રાજસ્‍થાનમાં એકાદ બે દિવસ સારો વરસાદ પડશે તો તેની અસરરૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં છાટાછુટીથી સામાન્‍ય વરસાદ પડશે.

ગુજરાતમાં ચોમાસું ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યું?

ઉપસ્‍થિત પરિબળો સી લેવલમાં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્‍હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇને માધ્‍ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.

બંગાળની ખાડીમાં ઉઠ્યું વાવાઝોડાનું જોખમ ગુજરાતને અસર થશે?

દક્ષિણ બાંગ્‍લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર ૪.૫ કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસરથી નોર્થ વેસ્‍ટ બંગાળની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે ૧૬ ઓગસ્‍ટના હજુ WMLP થવાની શક્‍યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળને ઝારખંડ પર થી ૨-૩ દિવસમાં રાજસ્‍થાન અને આસપાસ એક યુએસી છે જે ૪.૫ કિમિની ઉંચાઈ સુધી છે. એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્‍થાન પર છે જે ૩.૧ કિમિ થી ૫.૮ કિમિ સુધી છે.

હવામાનમાં મોટો ફેરફાર: તમારા વિસ્તારમાં કેવું હશે હવામાન?

એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર ૪.૫ કિમિ લેવલમાં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્‍તાર માં છે જે ૩.૧ કિમિ થી ૪.૫ કિમિ ઉંચાઈ સુધી છે. આગાહી સમયમાં અમુક પરિબળો નિષ્‍ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્‍થિત થાય.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં ચોમાસું વરસાદી ગતિવિધિ

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે તા. ૧૬ થી ૨૨ ઓગસ્‍ટ સુધીની આગાહી કરતા જણાવેલ કે, નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્‍થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્‍થાન પર સક્રિય હોય, રાજસ્‍થાનમાં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્‍યાર બાદ પાકિસ્‍તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્‍છ અને સૌરાષ્ટ્રમાં છૂટી છવાઈ સામાન્‍ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્‍યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા વિદાય લેશે?

ત્‍યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્‍છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો – મધ્‍યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્‍તારમાં સાધારણ ભારે વરસાદની શક્‍યતા છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં જિલ્લા પ્રમાણેની સરેરાશ વરસાદ ૭ મીમી થી ૩૫ મીમી કૂલની શક્‍યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment