આજના તલ ના ભાવ: સફેદ તલમાં કોરિયાનાં ટેન્ડરની ડિમાન્ડ ખાસ નહી આવે તેવી ધારણાએ તેજી અટકી, તલની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ થોડા નીચા રહે તેવી ધારણાં.
- ભાવ સ્થિરતા: હાલમાં સફેદ અને કાળા તલના ભાવ સ્થિર છે.
- સાઉથ કોરિયાનો ઓર્ડર: ભારતને સાઉથ કોરિયા તરફથી મોટો ઓર્ડર મળ્યો છે, પરંતુ બજારમાં તેજી આવવાની અપેક્ષા નથી.
- વેચવાલીની અસર: આગામી દિવસોમાં વેચવાલી વધશે કે નહીં તેના પર ભવિષ્યના ભાવ નિર્ભર રહેશે.
- કોઈ મોટી અસ્થિરતા નહીં: હાલમાં બજારમાં કોઈ મોટી તેજી કે મંદી જોવા મળી રહી નથી.
- બ્રાઝીલનો પાક: બ્રાઝીલનો તલનો પાક ભારત પહોંચવાને કારણે ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે.
- આયાત: બ્રાઝીલનો આયાતી તલનો પાક આ સપ્તાહમાં ભારતીય પોર્ટ પર આવી રહ્યો છે, જેનાથી બજારમાં હાલ તેજી ન થાય તેવી ધારણા છે.
મુખ્ય મુદ્દાઓ
તલની બજારમાં ધીમી ગતિ
સફેદ તલ અને કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતાં. સાઉથ કોરિયાનાં ટેન્ડરમાં ભારતને ૪૮૦૦ ટનનો ઓર્ડર મળ્યો છે, પંરતુ તેની બહુ માંગ ન આવે તેવી સંભાવનાએ બજારોમા તેજી અટકી છે.
આગામી દિવસોમાં તલની બજારની સ્થિતિ
આગામી દિવસોમા તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. છહાલત્તા તબક્કે તલની બજારમાં કોઈ મોટી તેજી-મંદી દેખાતી નથી.
બ્રાઝીલનો આયાતી તલનો પાક
બ્રાઝીલનો આયાતી તલનો પાક આ સપ્તાહમાં ભારતીય પોર્ટ ઉપર આવી રહ્યો છે અને આયાત તલ આવ્યા બાદ બજારમાં હાલ તેજી ન થાય તેવી ધારણા છે.
આજના સફેદ તલના ભાવ | હાજર ભાવ | ફેરફાર |
---|---|---|
ગુજરાત-અવાક | 3000 | 800 |
એવરેજ ભાવ | 2325-2570 | 20 |
પોર્ટ ડિલિવરી 99-1 | 126 | 0 |
પોર્ટ ડિલિવરી શોર્ટેક્ષ | 138 | 1 |
આજના કાળા તલના ભાવ | હાજર ભાવ | ફેરફાર |
---|---|---|
ગુજરાત-અવાક | 500 | -200 |
એવરેજ ભાવ | 3075-3275 | 0 |
પોર્ટ ડિલિવરી 99-1 | 180 | 0 |
પોર્ટ ડિલિવરી ઝેડબ્લેક | 192 | 0 |
હલ્દ તલના ભાવ | હાજર ભાવ | ફેરફાર |
---|---|---|
શોર્ટેક્ષ સેમી પ્રીમિયમ | 164 | 1 |
શોર્ટેક્ષ પ્રીમિયમ | 168 | 1 |