- યાર્ડ બંધ: રક્ષાબંધનની રજાના કારણે ગુજરાતના લગભગ તમામ યાર્ડ સોમવારે બંધ હતા.
- વાયદા ચાલુ: વાયદા ચાલુ હતા, પરંતુ હાજર બજારમાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી.
- એરંડાની સ્થિતિ: એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું કે હાલની સ્થિતિ ભરેલા નાળિયેર જેવી છે.
- શોર્ટજ: છેલ્લા બે મહિના ભારે શોર્ટજના રહેશે કારણ કે વાવેતર મોડું થયું છે.
- વાવેતરનો રિપોર્ટ: ગુજરાત અને રાજસ્થાનમાં ૩૦ થી ૩૫ ટકા વાવેતર ઘટયું છે, પરંતુ ફાઈનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
- બજારની સ્થિતિ:
- પીઠાના ભાવ: રૂ. ૧૧૮૫ થી ૧૨૦૦ ટકેલા.
- જગાણાના ભાવ: સવારે રૂ. ૧૨૩૬ અને સાંજે પણ રૂ. ૧૨૩૬.
- એન.ક.ના ભાવ: સવારે અને સાંજે રૂ. ૧૨૪૦.
- ગાંધીધામના શીપર્સના ભાવ: સવારે અને સાંજે રૂ. ૧૨૩૦ થી ૧૨૪૫.
- દિવેલના ભાવ: સવારે રૂ. ૧૨૩૮ અને સાંજે રૂ. ૧૨૪૦.
મુખ્ય મુદ્દાઓ
એરંડા બજાર: રજાએ બજારને થંભાવી દીધું, ભાવ સ્થિર રહ્યા
રક્ષાબંધનની રજાના માહોલ હોઈ ગુજરાતના લગભગ તમામ યાર્ડ સોમવારે બંધ હતા પણ વાયદા ચાલુ હતા પણ હાજરમાં કોઇ હિલચાલ ન હોઈ વાયદામાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી.
એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું: વાવેતર મોડું થવાને કારણે શોર્ટજની શક્યતા
એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડામાં હાલની સ્થિતિ ભરેલા નાળિયેર જેવા છે. મોટાભાગના એવું માની રહ્યા છે કે છેલ્લા બે મહિના ભારે શોર્ટજના રહેશે કારણ કે વાવેતર એક થી દાઢ મહિના મોડું થયું હોઈ ચાલુ સીઝનમાં નવેંબર-ડિસેમ્બરમાં જે નવી આવકો થઈ હતી તેટલી આવકો નવી સીઝનમાં જોવા મળશે નહી જેને કારણે નવી આવકનું પ્રેશર ફેબ્રુઆરી-માર્ચથી જ વધશે ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનની રાજય સરકાર દ્વારા જે વાવેતરના રિપોર્ટ આવી રહ્યા છે તેમાં ૩૦ થી ૩૫ ટકા વાવેતર અત્યાર સુધી ઘટયું છે પણ ફાઈનલ રિપોર્ટમાં પણ આટલો જ ધટાડો આવશે કે કેમ ? તે અંગ શંકા છે કારણ કે એરંડા વાવેતરનો સમય તા.૧ ઓગસ્ટથી તા.૧૫ સપ્ટેમ્બરના અંતમાં જે વાવેતરનો રિપોર્ટ આવે તે જ ફાયનલ ગણાય. આથી હાલ બધાની નજર વાવેતરના ફાઇનલ રિપોર્ટ તરફ મંડાયેલી છે.
રક્ષાબંધને એરંડા બજારને સ્થિર કર્યું, પીઠાના ભાવ સ્થિર રહ્યા
એરંડાની આવક અને કામકાજ સોમવારે રક્ષાબંધનની રજાને કારણે એકદમ પાખાં હતી હાજર બજારમાં પીઠાના ભાવ રૂ.૧૧૮૫ થી ૧૨૦૦ ટકેલા હતા.
હાજર બજારમાં ઠપ્પ, ભાવમાં કોઈ ઉથલપાથલ નહીં
હાજર બજારમાં રજાના માહોલ હોઇ દરેક શીપર્સના ભાવ આખો દિવસ ટકેલા હતા. જગાણાના ભાવ સવારે રૂ.૧૨૩૬ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૨૩૬ હતા. એન.ક.ના ભાવ સવારે રૂ.૧૨૪૦ ખુલ્યા બાદ સાંજ રૂ.૧૨૪૦ હતાં.
ગાંધીધામમાં એરંડા અને દિવેલના ભાવમાં કોઈ ઉથલપાથલ નહીં
ગાંધીધામના શીપર્સોના ભાવ સવારે રૂ.૧૨૩૦ ધી ૧૨૪૫ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૨૩૦ થી ૧૨૪૫ હતા. દિવેલના ભાવ સવારે રૂ.૧૨૩૮ ખુલ્યા બાદ સાંજ રૂ.૧૨૪૦ બોલાતા હતા.