Gujarat Weather IMD: હવામાન વિભાગની આગાહી દ્વારા આજથી રવિવાર સુધી વિવિધ વિસ્તારોમાં ચોમાસુ વરસાદની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Gujarat Weather IMD: હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રપ જૂને ભારેથી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વરસાદ પડી શકે છે.

ર૬ જૂને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ભારે, ૨૭જૂને નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલીમાં ભારે, અને ૨૮ જૂને દિવસે ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જામનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર અને દ્વારકા ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. બોટાદ અને ભાવનગરમાં સારો વરસાદ થવાનો શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની આગાહી : જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, જામનગરમાં ભારે ખાબકશે, કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ સારો વરસાદ પડશે…

૨૮ થી ૩૦ જૂને ઉત્તર ગુજરાત બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ, વિસનગરમાં સારો વરસાદ થશે. પંચમહાલમાં સારો વરસાદ થઈ શકે છે. અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે.

જુલાઈનું પ્રથમ સપ્તાહમાં કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી શકે છે. મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. આદરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારૂ ગણાય છે. ૧૯ જુલાઈથી પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવતા પાણી સારૂ ગણાય છે.

Leave a Comment