Gujarat weather forecast update, Gujarat heatwave forecast, ગુજરાતમાં હીટવેવની આગાહી (ગુજરાત હવામાનની આગાહી અપડેટ): છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે ગરમી અનુભવાઈ રહી છે. સૂર્યદેવ જાણે કે કોપાયમાન બનીને આકરો તાપ વરસાવી રહ્યા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ ઉભી થઈ છે અને લોકોનું નાકમાં દમ થઇ ગયો છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો દરમિયાન તાપમાનમાં થોડી રાહત મળી શકે છે, પણ તે તરત જ ફરીથી ઉંચકાશે અને હીટવેવની પરિસ્થિતિ સર્જાશે.
ગુજરાતમાં હવામાનની સ્થિતિ
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 2 એપ્રિલના રોજ આગાહી કરી હતી કે 6 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે રાજ્યમાં હીટવેવની સ્થિતિ ઊભી થશે. આ આગાહી બિલકુલ સાચી સાબિત થઈ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 42°C થી 45°C સુધી પહોંચી ગયું છે.
જ્યાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 4°C થી 9°C સુધી વધુ નોંધાયું છે, જેને કારણે હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં તાપમાનની સ્થિતિ
છેલ્લા દિવસોમાં ગુજરાતમાં વિવિધ શહેરોમાં નોંધાયેલ મહત્તમ તાપમાન નીચે મુજબ છે:
- રાજકોટ: 45.2°C (સામાન્ય કરતાં 6°C વધુ)
- ડીસા: 43.6°C (સામાન્ય કરતાં 5°C વધુ)
- ગાંધીનગર: 43°C (સામાન્ય કરતાં 5°C વધુ)
- અમદાવાદ: 43.2°C
- ભુજ: 42.9°C (સામાન્ય કરતાં 4°C વધુ)
- પોરબંદર: 43°C (સામાન્ય કરતાં 9°C વધુ)
રાજકોટ, ડીસા અને પોરબંદર જેવા શહેરોમાં તો હીટવેવનો સ્પષ્ટ માહોલ સર્જાયો છે. ખાસ કરીને પોરબંદરનું તાપમાન સામાન્ય કરતાં 9 ડીગ્રી વધારે રહેવું ચિંતાજનક છે.
10 થી 17 એપ્રિલ હવામાન આગાહી
અશોકભાઈ પટેલે જણાવ્યા મુજબ તા.10 એપ્રિલથી 17 એપ્રિલ સુધી પવનની દિશા અને ઝડપમાં ફેરફાર થશે. આ સમયગાળા દરમિયાન મુખ્યત્વે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે, જ્યારે કેટલાક સમય માટે ઉત્તર-પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી પણ પવનો આવી શકે છે.
- પવનની સામાન્ય ઝડપ: 12 થી 25 કિમી/કલાક
- સાંજના ઝાટકાના પવનો: 25 થી 35 કિમી/કલાક
- આ સમયગાળામાં આકાશ વધુ પડતું ચોખ્ખું રહેશે, જોકે કેટલાક દિવસો થોડીવાર માટે છૂટાછવાયા વાદળો દેખાશે.
ગુજરાતમાં તાપમાનની આગાહી
તાપમાન અંગે વિશ્લેષણ કરતાં જણાવાયું છે કે હાલ નોર્મલ મહત્તમ તાપમાન વિવિધ વિસ્તારોમાં નીચે મુજબ છે:
- ગુજરાતના મોટા ભાગમાં: 39°C
- ડીસા અને ભુજમાં: 38.5°C
- અમરેલીમાં: 40°C
આગામી દિવસોમાં તાપમાનના ઉતાર-ચઢાવની શક્યતા છે:
- 11 થી 13 એપ્રિલ: તાપમાનમાં થોડો ઘટાડો, આશરે 40°C થી 43°C વચ્ચે રહેશે
- 14 એપ્રિલથી: ફરી તાપમાનમાં વધારો શરૂ થશે
- 15 થી 17 એપ્રિલ: તાપમાન 42°C થી 45°C સુધી પહોંચી શકે છે
ગુજરાત હાલમાં તીવ્ર ગરમીની ઝાપટમાં છે. હાલની પરિસ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે આ પગરવ થોડો અટકશે પણ પછી ફરીથી તીવ્ર બનવાની શકયતા છે. લોકોને આગાહી અનુસાર સાવચેત રહેવાની અને પોતાની સલામતી માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે. સાવચેતી માટે સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.