Gujarat rain news : આ તારીખે ફરી ગુજરાતમાં વરસાદ થશે અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

આગામી તા.૨ થી ૪ ડીસેમ્‍બર (શનિથી સોમ) દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં સામાન્‍ય છાંટાછુટીની શકયતા હોવાનું વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

અશોકભાઈ પટેલે જણાવેલ કે એક વેલમાર્ક લોપ્રેસર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આસપાસના વિસ્‍તારમાં છે જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને ૨૪ કલાકમાં ડીપ્રેશનમાં પરીવર્તીત થશે. આગળ જતાં આ સિસ્‍ટમ્‍સ હજુ મજબૂત થવાની શકયતા છે.

સવારનું અને દિવસનું તાપમાન ૨ થી ૩ ડીગ્રી વધશે : બંગાળની ખાડીવાળી સિસ્‍ટમ્‍સ ઉત્તરો ઉત્તર મજબૂત બનશે, જેની અસરથી મહારાષ્‍ટ્ર- એમ.પી.માં છુટોછવાયો વરસાદ પડશે…

નોર્થ વેસ્‍ટ રાજસ્‍થાન ઉપર વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના લીધે સાયકલોનીક સરકયુલેશન છવાયેલ છે. એક સાયકલોનીક સરકયુલેશન નોર્થ ઈસ્‍ટ અરબી સમુદ્ર ઉપર છે. દોઢથી ત્રણ કિ.મી.ના લેવલમાં.

સૌરાષ્‍ટ્ર- ગુજરાતમાં હાલમાં મહતમ તાપમાન નોર્મલથી ઘણું નીચુ આવી ગયું છે. ન્‍યુનતમ તાપમાન નોર્મલથી એકાદ બે ડીગ્રી ઉંચુ છે. ગઈકાલે મહત્તમ તાપમાન અમદાવાદ ૨૭.૩ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), વડોદરા ૨૭ ડીગ્રી (નોર્મલ થી ૪ ડીગ્રી નીચુ), ડીસા ૨૭.૯ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), રાજકોટ ૨૯.૨ (નોર્મલથી ૨ ડીગ્રી નીચુ), ભુજ ૨૮.૬ (નોર્મલ થી ૨ ડીગ્રી નીચુ) તેની સામે ન્‍યુનતમ તાપમાનમ આજે સવારે અમદાવાદ ૧૮.૩ (૩ ડિગ્રી ઉચુ), વડોદરા ૧૭.૪ (૧ ડીગ્રી ઉચુ), ડીસા ૧૬.૪ (૨ ડીગ્રી ઉંચુ), રાજકોટ ૧૫. ૪ (૧ ડીગ્રી નીચુ), ભુજ (૧૫.૪ નોર્મલ).

તા.૫,૬,૭ ડિસેમ્‍બર ફરી બે ડીગ્રીનો ઘટાડો થશેઃ હાલમાં ન્‍યુનતમ નોર્મલ તાપમાન ૧૬ થી ૧૭ ડીગ્રી અને મહતમ નોર્મલતાપમાનમ ૩૧ ડીગ્રી આસપાસ ગણાય : અશોકભાઈ પટેલ…

હાલમાં ન્‍યુનતમ નોર્મલ તાપમાન ૧૬, ૧૭ ડીગ્રી ગણાય. જયારે રાજયના નોર્થ ભાગોમાં નોર્મલ ૧૪, ૧૫ ડીગ્રી ગણાય. જયારે હાલ નોર્મલ મહતમ તાપમાન ૩૧ ડીગ્રી આસપાસ ગણાય અને હાલ નોર્મલથી બે થી ચાર ડીગ્રી નીચું છે. આગાહી સમયમાં નોર્મલ તરફ જવાની શકયતા છે. અમુક સેન્‍ટરોમાં નોર્મલથી થોડુ વધી શકે.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧ થી ૭ ડીસેમ્‍બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે હાલ જે ન્‍યુનતમ તાપમાન છે જે હાલ આવુ રહેશે. પરંતુ તા.૨ થી ૪ ડીસેમ્‍બર દરમ્‍યાન ૨ થી ૩ ડીગ્રીનો વધારો થશે. ફરી બાકીના દિવસોમાં તા.૫,૬,૭ના બે ડીગ્રીનો ઘટાડો જોવા મળશે.

આગાહી સમયમાં પવનો મુખ્‍યત્‍વે નોર્થ ઈસ્‍ટના રહેશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના પશ્ચિમ પવનો તેમજ નીચલા લેવલના પૂર્વોતર પવનોના લીધે મહારાષ્‍ટ્ર અને એમ.પી.માં આવતા દિવસોમાં વરસાદની શકયતા છે.

આ કારણોસર લાગુ ગુજરાત, સૌરાષ્‍ટ્રમાં છુટાછવાયા વાદળો થવાની શકયતા છે. સાથે કયાંક કયાંક સામાન્‍ય છાંટાછુટીની તા.૨ થી ૪ ડીસેમ્‍બર દરમ્‍યાન શકયતા છે.

Leave a Comment