સરકાર પાસે ગુજરાતમાં ૯૦ હજાર ટન એટલે કે ૨૨.૫૦ લાખ ગુણી મગફળીનો જૂનો સ્ટોક પડ્યો છે તે જ રીતે રાજસ્થાનમાં સરકાર પાસે ૩૫ હજાર ટન એટલે કે પોણા નવ લાખ ગુણી મગફળીનો જૂનો સ્ટોક પડયો છે.
હાલ સરકારે નવી મગફળીની ખરીદી બંધ કરવાની જાહેરાત કરી હોઇ જૂની મગફળીનું વેચાણ સરકાર ટૂંક સમયમાં ચાલુ કરશે તે નક્કી છે.
ગુજરાતમાં હાલ સીંગદાણા કે સીંગતેલની બહુ માગ નથી જેને કારણે સીંગદાણાના ૬પ થી ૭૦ ટકા કારખાના બંધ છે તે જ રીતે ૫૦ ટકા મગફળીનું પિલાણ કરતી ઓઇલમિલો બંધ છે આથી મગફળીની લેવાલી એકદમ ઓછી છે.
સરકારની મગફળી જ્યારે બજારમાં વેચાવા આવશે ત્યાર મગફળીના ભાવ ઘટવાના છે.
સરકારની મગફળી બજારમાં વેચાવા આવશે ત્યારે મગફળીના ભાવ ઘટવાના છે તે નક્કી છે આથી ખેડૂતો તે પહેલા મગફળી વેચીને હાલ ઊંચા ભાવનો લાભ લઇને નફો ઘરભેગો કરી લ્યે તેવી સલાહ છે.