આજથી નવા ઘઉંની આવકો વધવાની ધારણા: ઘઉંના ભાવ થોડા ઘટશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉં બજારમાં ભાવ શનિવારે અથડાય રહ્યાં હતાં. ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમી વધી રહી હોવાથી નવા ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રમાં દૈનિક 500 થી 1000 ગુણી વચ્ચે આવકો થઈ રહી છે, જે ચાલુ સપ્તાહથી વધીને 1000 થી 1500 કે ગરમી વધશે તો 2000 ગુણી પણ દૈનિક આવવા લાગે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ઘઉંનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રમાં કેશોદ, જૂનાગઢ અને કોડીનારમાં જ વધારે આવક થાય છે જે ચાલુ સપ્તાહથી ગોંડલ અતે બીજા સેન્ટરમાં પણ વધી શકે છે.

રાજકોટમાં પણ કદાચ નવી આવકો આવે તેવી સંભાવનાં છે. ઉત્તર ગુજરાતમાં હાલ મોડાસામાં દૈનિક 100 થી 150 ગુણી આવે છે, જે બીજા કોઈ એકાદ સેન્ટરમાં પણ દેખાય તેવી ધારણાં છે.

ઉત્તર ગુજરાતમાં મોડાસા સિવાયનાં સેન્ટરમાં પણ આવકો શરૂ થઈ શકે…

ઘઉનાં ભાવ હાલ ઓલ માર્ચ ડિલીવરીમાં રૂ.1930 આસપાસ બોલાય છે, પંરતુ ઘઉનાં ટેકાનાં ભાવ રૂ.1975 હોવાથી ઘઉંનાં ભાવ નવી આવકો વધવા છત્તા ઘટશે કે નહીં તેનો આધાર એફસીઆઈની ખરીદી ઉપર જ રહેલો છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હજી સુધી ગુજરાતમાં ઘઉની ખરીદી ક્યારથી શરૂ કરવામાં આવશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મધ્યપ્રદેશમાં 15મી માર્ચથી ખરીદી શરૂ થઈ જશે.

ઘઉનાં ભાવ શનિવારે અમદાવાદની મિલોનાં રૂ.1970 નાં હતાં. જ્યારે આઈટીસી કે બીજી કોઈ કંપનીઓ શનિવારે ખાસ લેવામાં નહોંતી. દરેક બાયરો હવે નવા ઘઉની આવકોની રાહમાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment