ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે.

ટેકાના ભાવ એ શું છે

ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં તમારી ખરીદી કરે કરે છે. માર્કેટ માં ભાવ ઓછા હોય તો પણ સરકાર ન્નકી કરેલા ભાવ માં કરીદી કરી શકે એને MSP કેવાઈ (Minimum Support Price) કેવાઈ છે. ખેડૂત પાસે થી ખરીદી થઈ છે એના માટે પેલા તમારે નોધણી કરવાની હોય છે.

ત્યારે ખેડૂતો માટે દિવાળી પહેલા આ પ્રકારની જાહેરાતને લઈને પણ રાજકીય પ્લેટફોર્મ પર જાત જાતની ચર્ચાઓ અટકળો શરૂ થઇ છે, ખેર જે હોય તે, પરંતુ ધરતીપુત્રો માટે હાલની પરિસ્થિતિ અંતર્ગત થયેલી આ જાહેરાત આનંદ અને રાહતની વાત ગણાવાઈ રહી છે.

કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના ટેકાના ભાવ એમએસપી વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં ઘઉંના ટેકાના ભાવમાં રૂ.૧૧૦, જવમાં રૂ.૧૦૦, ચણામાં રૂ.૧૦૫, મસૂર દાળમાં રૂ.૫૦૦, રાયડામાં રૂ.૪૦૦ અને કુસુમમાં રૂ.૨૦૯ નો વધારો કરાયો છે.

ગુજરાતના ખેડૂતો માટે મોદી સરકારની વધુ એક જાહેરાત, ટેકા હેઠળ એમએસપી અંતર્ગત ઘઉંમાં ક્વિન્ટલે રૂ.૧૧૦, જવમાં રૂ.૧૦૦ અને શણામાં ર.૧૦૫નો ભાવ વધારો…

સૂત્રોના જણાવ્યા મુજબ, ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૧૨૫, જવના એમએસપી હેઠળ ક્વિન્ટલના રૂ.૧૭૩૫, ચણાના પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૩૩૫, મસૂરના પ્રતિ ક્વિન્ટલના રૂ.૬૦૦૦, રાયડાના પ્રતિ ક્વિન્ટલના રૂ.૫૪૫૦ અને કુસુમના પ્રતિ ક્વિન્ટલના રૂ.૫૬૫૦ જાહેર કરાયા છે. ઘઉંના ટેકાના ભાવમાં એખ દાયકા બાદ પહેલી વખત સરકારી ધોરણે આટલો ભાવ વધારો જાહેર કરાયો છે.

વડાપ્રધાન દ્વારા તાજેતરમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ૧૨માં હપ્તાની રૂ.૧૬,૦૦૦ કરોડની રકમ જાહેર કરી ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલા રૂ.૨,૦૦૦નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ સરકારી ધોરણે ટેકાના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ મુદે ગામડે ગામડે ચર્ચાસ્પદ બન્યો છે.

Leave a Comment