જીરાનો સર્વે : માર્ચ એન્ડિંગના કારણે વેપાર ઘટતા જીરુંના ભાવ અને વાયદા બજાર તળીયે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ઊંઝા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જૂનાગઢ અને જામનગર જેવા મથકોએથી જીરુંના ભાવ વિષે એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના પાક અને બજાર વિષે અભિપ્રાય આપી રહ્યા છે.

એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના ભાવ બજાર વિષે છેલ્લાં ર૦-૨પ વર્ષથી અભ્યાસ કરે છે. ગયા વર્ષે એનસીડીઈએક્સનો વાયદો રૂ. ૬૫૦-૬૭૫નું મથાળું વટાવી ગયો હતો ત્યારે સ્ટોકિસ્ટોને ચેતવણી આપતા કહ્યું હતું કે, જે સ્ટૉક કે પુરવઠો ફિઝીક્લમાં પડ્યો હોય તે વેચી નાખજો. વાયદામાં ખરીદી ઊભી હોય તે પણ શૂન્ય કરી નાખવા કહ્યું હતું. એ પછી શું થયું એના સાક્ષી આપણે સૌ છીએ. એનસીડીએક્સમાં વાયદો અત્યારે રૂ. રરપ/ ર૭પની વચ્ચે અથડાઈ રહ્યો છે.

ર૦ર૪ના નવા પાક વિષે જણાવું તો મારા મતે પાકનુ ઉત્પાદન દેશભમાં ૧ કરોડ ૧૦ લાખ ગૂણી થવાનો અંદાજ છે. એમાં હવામાનના ફેરફાર અને ઉતારા ઉપરાંત જીવાતોથી થનારા સંભવિત નુક્સાનને ધ્યાનમાં લઈએ તો ૫-૧૦ ટકા જેટલો તફાવત આવી શકે છે.

એનાલિસ્ટ પ્રેમચંદ મેહતાના મંતવ્ય પ્રમાણે જીરુંની બજાર એનસીડીઈએક્સમાં હવેના સમયમાં પ્રતિ ક્લો રૂ.૧૫-૨૦ કરતા વધારે ઘટવી ન જોઈએ. જોકે, ૩૦ જૂન ર૦ર૪ સુધી જીરુંના ભાવમાં રૂ. ૩૦ થી ૪૫ કરતા વધારે ઉછાળો આવવાની પણ શક્યતા નથી. જોકે, વધારાની તેજી કે મંદી ચીન, તુર્કી, સિરીયા અને પાકિસ્તાન જેવા દેશોમાં થનારા પાક પર આધારિત રહેશે.

જીરુંના ભાવ હાલના મથાળેથી રૂ. ૧૦-૧૫ ઘટી જાય તો ખરીદી કરવાનો સારો સમય આવ્યો છે એમ માનવું. જો બજાર રૂ. ૩૦-૪૦-૫૦ વધે તો વેચીને નફો બુક કરવાનું વલણ રાખવું જોઈએ. એનાલિસ્ટ પ્રેમચંદ મેહતાના અંગત મંતવ્ય છે, પણ તમારા વિચારો અને અભ્યાસ પ્રમાણે તમે વેપાર ગોઠવી શકો છો.

જીરું વાયદા બજાર ભાવ

જીરું વાયદો નરમ રેહવાની સંભાવના અને પખવાડિયામાં ભાવ તળીએ બનીને ઉપર આવે તેવી ધારણા છે. જીરું વાયદા બજાર રૂ.270 ઘટીને રૂ.23650ની સપાટી પર બંધ રહ્યો છે. અને નિકાસના ભાવ પર ઘટ્યા છે.

Leave a Comment