Cotton price today: કપાસની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને સારી ક્વોલિટીમાં રૂ.૧૦ થી ૩૦ સુધીનો સુધારો હતો. સૌરાષ્ટ્રમાં સારા કપાસના ભાવ વધીને રૂ.૧૫૪૦ સુધી પહોંચ્યા હતા અને આગામી દિવસોમાં ભાવ રૂ.૧૫૭૫ થી ૧૬૦૦ સુધી પહોંચવાની પણ ચર્ચાઓ થવા લાગી છે.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની બે થી ચાર ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૩૭૦ થી ૧૪૨૫ હતા. જયારે કાઠીયાવાડનાં કપાસની બે-ચાર ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૪૫૦ થી ૧૪૬૦ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની ૧૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૫૦ થી ૧૪૮૫ હતા. મેઈન લાઈનની આવક નહાતી. લોકલ ૩૫ ટકા કંડીશનના કપાસના ભાવ રૂ.૧૫૦૦ થી ૧૫૪૦ હતા.
રાજકોટમાં કપાસની ૨૨૦૦ મણની આવક હતી અને ભાવ ફોરજીમાં રૂ.૧૫૩૦થી ૧૫૭૦, એ ગ્રેડમાં રૂ.૧૫૦૦થી ૧૫૩૦, બી ગ્રેડમાં ર.૧૪૭૦થી ૧૫૦૦ અને સી ગ્રેડમાં રૂ.૧૩૭૦થી ૧૪૪૦ હતાં. એક એન્ટ્રી રૂ.૧૫૮૫ની હતી.
દેશમાં રની આવક-પ્રેસીંગ (છેલ્લા પાંચ દિવસની સરખામણી) (ગાંસડીમાં) | ||||||
રાજ્યો | ગઇકાલે | મંગળવારે | સોમવારે | શનિવારે | શુક્રવારે | સીઝનની અત્યાર સૂધીનું પ્રેસીંગ |
ગુજરાત | 10,000 | 10,000 | 10,000 | 11,000 | 13,000 | 83,94,690 |
મહારાષ્ટ્ર | 13,000 | 13,000 | 13,000 | 14,000 | 15,000 | 1,03,05,500 |
ઉત્તર ભારત | 800 | 800 | 800 | 800 | 800 | 45,87,437 |
મધ્યપ્રદેશ | 300 | 500 | 500 | 800 | 1000 | 45,87,437 |
તેલંગાણા | 500 | 500 | 400 | 300 | 500 | 34,18,360 |
આંધ્રપ્રદેશ | 1,700 | 1,500 | 1,500 | 1,000 | 1,500 | 11,49,100 |
કર્ણાટક | 1,500 | 1,500 | 1,500 | 1,200 | 1,500 | 20,23,500 |
તામિલનાડુ | 1,200 | 1,000 | 1,000 | 1,000 | 1,000 | 1,83,700 |
ઓરિસ્સા | 0 | 0 | 0 | 0 | 0 | 3,69,900 |
કુલ | 29,000 | 28,800 | 28,700 | 30,100 | 34,300 | 3,22,72,188 |