સરકારી એજન્સી નાફેડ દ્વારા આગામી સપ્તાહથી મગફળીનું ઓક્શન ફરી શરૂ કરવામાં આવશે તેવા સંકેતોથી મગફળીની બજારમાં મણે રૂ.૧૦ થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવનાં છે.
નાફેડનાં સુત્રો કહે છેકે ગુજરાતમાં ૭મી ફેબ્રુઆરી અને રાજસ્થાનમાં એક સપ્તાહ બાદ શરૂ થવાની ધારણા છે. ગુજરાતમાં ૨૦૨૦ એટલે કે જૂની મગફળીનો આશરે ૯૦ હજાર ટનનનો સ્ટોક પડ્યો છે, જ્યારે ચાલુ વર્ષની ૮૫ હજાર ટન જેવી મગફળી છે. નાફેડ શરૂઆતનાં તબક્કે જૂની મગફળીનું જ વેચાણ શરૂ કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
નાફેડની વેચવાલી શરૂ થયા બાદ તે ક્યાં ભાવથી ટેન્ડર મંજૂર કરે છે તેનાં ઉપર પણ સમગ્ર બજારનો આધાર રહેલો છે. નાફેડ સામાન્ય રીતે છેલ્લા બે વર્ષથી નીચા ભાવથી માલ આપતું નથી. આ વર્ષે નવી મગફળીમાં કચરો સ્ટોક વધારે હોવાની પણ સંભાવનાં છે.
નાફેડ આગામી સપ્તાહથી વેચાણ શરૂ કરે તેવી સંભાવના: જુનો ૯૦ હજાર ગુણીનો સ્ટોક…
ગોંડલમાં ૧૭ થી ૧૮ હજાર ગુણીની આવક હતી અને ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. યાર્ડમાં બે-ચાર હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૬૦નાં હતા. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૬૫૦ થી ૧૦૫૦ અને ર૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૬૦ સુધીનાં ભાવ હતાં.
રાજકોટમાં મગફળીની ૨૦ હજાર ગુણીની આવક હતી અને ૧૧ હજાર ગુણીનાં વેપારો થયા હતા અને ૧ર થી ૧૩ હજાર ગુણી પેન્ડિંગ પડી છે.
- ડુંગળીના ભાવ આગામી દિવસોમાં બજારની સરેરાશ લેવાલી ઉપર આધાર
- સૌરાષ્ટ્રના યાર્ડમાં નવા ધાણાની છૂટીછવાઇ આવક શરૂ, ધાણાના ભાવમાં ઉછાળાની આશા
- જીરૂના વાવેતર ઓછા હોવાથી જીરૂના ઊંચા ભાવ હજુ લાંબા સમય સુધી મળતાં રહેશે
- ચણામાં ફેબ્રુઆરી આસપાસ નવી આવકોના અંદાજ સાથે ચણાના ભાવમાં ઉછાળાની આશા
ભાવ રોહીણીમાં રૂ.૧૦૦૦થી ૧૦૮૦, ર૪ નંબરમાં રૂ.૧૦૩૦ થી ૧૦૮૦, ૩૭ નં.માં રૂ.૬૭૦ થી ૧૦૫૦, ૩૯ નં.માં રૂ.૯૦૦ થી ૧૦૫૦, જી-૨ર૦માં રૂ.૯૯૦ થી ૧૧૫૫, બીટી ૩રમાં રૂ.૧૦૨૦ થી ૧૦૯૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૦૪૦નાં ભાવ હતાં.
ડીસામાં મગફળીની ૧૩૮૫ બોરીની આવક સામે ભાવ રૂ.૧૦૨૧ થી ૧૨૪૧નાં હતાં.
હિંમતનગરમાં મગફળીની ૧૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૭૬નાં ભાવ હતાં.