સોયાબીનના ભાવ બુધવારે સવારે મણે રૂ.૨૦ થી રપ ઘટયા હતા પણ બપોર બાદ પ્લાન્ટોના ભાવ વધતાં સોયાબીનમાં ઘટયા મથાળેથી રૂ.૧૫ થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો.
સાંજે સોયાતેલના ભાવ ૧૦ કિલોએ રૂ.૫ થી ૧૫ દેશાવરના દરેક સેન્ટરમાં ઘટયા હોઈ ગુરૂવારે સોયાબીનની માર્કેટ ઘટીને ખુલ્યા બાદ પ્લાન્ટો અને સ્ટોકીસ્ટોની ખરીદી કેવી રહે છે ? તેની પર બજાર ચાલશે.
ચીને અમેરિકા સાથે સોયાબીન અને સોયાખોળની ખરીદોના નવા સમજૂતી કરાર કરતાં વિદેશમાં સોયાખોળના ભાવ સુધરતાં દેશાવરમાં પણ સોયાખોળના ભાવ સુધર્યા હતા.
અત્યારે ગુજરાતના માર્કેટયાર્ડમાં હવા વગરના સૂકા સોયાબીનની આવક વધતાં સ્ટોકોસ્ટોને ખરીદોનું આકર્ષણ વધ્યું…
સોયાબીનની આવક જુનાગઢમાં બે દિવસ બંધ રહ્યા બાદ બુધવારે બપોર બાદ ચાલુ કરી હતી અને રપ થી ૩૦ હજાર કટ્ટાની આવક થઇ હોવાનો અંદાજ જુનાગઢના બ્રોકરે વ્યક્ત કર્યા હતો.
જુનાગઢમાં સવારે રૂ.૯૦૦ થી ૯૩૦ બોલાયા બાદ બપોર બાદ રૂ.૧૦ થી ૧૫ સુધર્યા હતા. વિસાવદરમાં ૭ થી ૮ હજાર ક્ટ્ટાની આવક અને ભાવ રૂ.૯૩પ થી ૯૪પ હતા.
વેરાવળમાં ત્રણ હજાર કટ્ટાની આવક અને ભાવ રૂ.૯૧૫ થી ૯૨૦ તેમજ કોડીનારમાં સાત હજાર કટ્ટાની આવક અને ભાવ રૂ.૯૨૦ થી ૯૨રપ હતા.
ગાંધીધામના પ્લાન્ટોના ભાવ કિવન્ટલના રૂ.૪૯૦૦, કડીના પ્લાન્ટના રૂ.૪૮૫૦, નાંદેડ પહોંચ રૂ.૪૯૦૦, મહારાષ્ટ્રના અન્ય સેન્ટરોના રૂ.૪૯૦૦ થી ૫૦૦૦, મધ્યપ્રદેશના પ્લાન્ટોના રૂ.૪૮૦૦ થી ૪૯૫૦ અને કોટા પહોંચ રૂ.૫૦૦૦ થી ૫૦૫૦ના ભાવ હતા. ગોંડલ પહોંચ રૂ.૪૮૦૦માં કામ થયા હતા.
સોયાતેલના ભાવ બપોર બાદ ઘટયા હતા. મુંબઈમાં રૂ.૧૫ ઘટીને ૧૦ કિલોના રૂ.૯૦૫, કંડલા રૂ.૧૦ ઘટીને રૂ.૯૦૦, અમરાવતી રૂ.૧૦ ઘટીને રૂ.૯૦૫ અને કોટા રૂ.૧૦ ઘટીને રૂ.૯૩૦ બોલાતા હતા જો કે સોયાખોળની નિકાસ માગ વધતાં પ્લાન્ટોના ભાવ બપોર બાદ રૂ.૨પ થી ૫૦ દરેક સેન્ટરોમાં વધ્યા હતા.