ડુંગળી ના બજાર ભાવ : ગુજરાત અને નાશીકમાં મોટો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીના ભાવમાં નરમાઇ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ડુંગળીની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદને પગલે ડુંગળીનાં સ્ટોકમાં હવે ક્વોલિટીને મોટુ નુક્સાન થાય તેવી સંભાવનાં છે.

આ ઉપરાંત બજારમાં લેવાલી નબળી રહેશે તો બજારો વધવા મુશ્કેલ છે. ખેડૂતો પાસે ગુજરાત અને નાશીકમાં મોટો સ્ટોક પડ્યો છે અને આ ખેડૂતોની વેચવાલી આવશે તો બજારમાં ભાવ હજી મણે રૂ.૧૦થી ૨૦ નીકળી શકે છે.

હાલ સાઉથમાં પણ ખાસ મોટી આવક નથી અને વરસાદથી પાકને કોઈ હાલ સમસ્યા નથી.

ગોંડલમાં નબળી ડુંગળી રૂ.૩૧ પ્રતિ મણનાં ભાવથી વેચાણ થઈ રહ્યું છે…


મહુવામાં લાલ ડુંગળીની ચાર હજાર થેલાની આવક હતી અને ભાવ રૂ.૫પપથી ૩૧૩ અને સફેદમાં ૬૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૧૧થી ૨૦૦નાં હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીની ૪૮૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૩૧થી ૨૩૬નાં હતાં. જ્યારે સફેદમાં ૧૫૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૭૧થી ૯૬ના હતાં.

અમદાવાદ વાસણમાં વધુ ડુંગળીની ૭૦૦૦ક્વિન્ટલ અવાક સામે ઊંચા ભાવ રૂ. ૩૦૦ પ્રતિ કિલો અને નીચા ભાવ રૂ.૧૦૦ રહ્યા હતા.


ડુંગળની બજાર લેવાલી સારી રહેશે તો રિપોર્ટ અહેવાલ મુજબ ડુંગળીના ભાવ વધવાની સંભાવના.

Leave a Comment