ઉનાળુ મગફળીની આવકોમાં વધારો થયો હતો, પંરતુ સામે બિયારણબર માલમાં લેવાલી સારી છે અને સીંગતેલનાં ભાવ પણ મજબૂત હોવાથી મગફળની બજારો ભાવ ઘટવાનું નામ લેતી નથી. મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે.
સરકારી મગફળી નાફેડ દ્વારા જે વેચાણ થઈ રહી છે તેની ક્વોલિટીની મોટી ફરીયાદો અથવા તો પેરિટી ન હોવાથી બજારમાં નવી મગફળીની લેવાલી સારી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં હજી પણ બજારો સરેરાસ મજબૂત રહી શકે છે. આવકોમાં બહુ વધારો થશે તો બજારમાં ઘટાડો આવી શકે છે.
Apmc Rajkot માં ૧૪ હજાર ગુણીની આવક હતી અને ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ૨૪ નં.રોહીણી ૩૭ નંબરમાં ભાવ રૂ.૧૧૦૦થી ૧૧૪૦, ૩૯ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૨૪૦, જી-૨ર૦માં રૂ.૧૨૦૦થી ૧૩૦૦ અને બીટી ૩રમાં રૂ.૧૧૦૦થી ૧૨૬૫ના ભાવ હતાં.
Apmc Gondal માં ૧૪ હજાર ગુણીની જૂની અને ૫૦૦૦ ગુણી ઉનાળુની આવક હતી અને કુલ ૧૯ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૨૦૦થી ૧૩૩૫, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦ અને ર૪ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧ર૫૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦થી ૧૩૨૦નાં હતાં. રોહીણી-બિયારણ ક્વોલિટીમાં રૂ.૧૩૬૦થી ૧૩૮૧નાં ભાવ હતાં.
Apmc Himatnagar માં ૩૫૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૨૩૦થી ૧૪૯૪નાં ભાવ હતાં. ડીસામાં ૩૯૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૧૧થી ૧૩૫૫નાં ભાવ હતાં.
- ડુંગળીની બજારમાં નિકાસ માંગ કે સ્ટોકિસ્ટોની માંગ પર ડુંગળીના ભાવ નો આધાર
- ખેડૂતોને રેકોર્ડ બ્રેક એરંડાના ભાવ મેળવા આ બાબતનું રાખવું પડશે ધ્યાન, વધુ જાણો…
- Gujarat rain weather forecast Ashok patel : હવે ગરમી ઘટશે : આ વિસ્તારોમાં છાંટાછુટી થશે
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
સીંગદાણા માર્કેટ યાર્ડ બજાર ભાવ
હાલ સીંગદાણાનાં ભાવ સ્ટેબલ હતાં. કોમર્શિયલનાં ભાવ રૂ.૯૩,૦૦૦ બોલાતાં હતાં. બિયારણ ક્વોલિટીના દાણામાં જી-૨૦ ક્વોલિટીમાં રૂ.૮૫,૫૦૦ અને જી- ૧૦માં રૂ.૬૫,૦૦૦નાં ભાવ હતાં.
સીંગદાણાની બજારમાં સરેરાશ લેવાલી સારી હોવાથી બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં બિયારણની ઘરાકી જળવાઈ રહેશે તો દાણાનાં ભાવ ટકશે નહીં.