ગુજરાતમાં કલરવાળી ધાણીની ડિમાન્ડ વધતા ધાણાના ભાવમાં ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

વરસાદી માહોલ વચ્ચે એમ.પી. અને રાજસ્થાનમાં ક્વોલિટી ડેમેજ થવાની દહેશત વચ્ચે ગુજરાતમાં કલરવાળી ધાણીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી હતી. ધાણામાં હાલ યાર્ડોમાં એકત્રિત થયેલી પડતર આવકોમાંથી હરાજીના કામકાજ ચાલી રહ્યા છે, આજે રાજકોટ, ગોંડલ, જામજોધપુર અને હળવદ પીઠામાં રૂ.૨૦-૩૦નો ઉછાળો જોવાયો હતો.

ટ્રેડર્સો કહે છે કે, ધાણામાં ઓછા વાવેતર અને ઉત્પાદનના સવેક્ષણો વચ્ચે નીકળી રહેલી ડિમાન્ડને પગલે ભાવો ઉચકાઈ રહ્યા છે. ઇગલ ક્વોલિટી આજે રૂ.૧૯૪૦-૧૯૭૦માં વેચાઇ હતી.

રિપોર્ટ અનુસાર વાયદો ૬ પૈસા ઊંચો એટલે કે, ૧૦,૮૩૦ના મથાળે રન થઇ રહ્યો હતો. ધાણામાં હોળી બાદ વધુ પ્રમાણમાં કામકાજ નીકળશે. ટોચના વેપારીઓના અંદાજ મુજબ આજે વધુ ૮૩,૦૦૦ ગુણીના કામકાજ સાથે રાજ્યમાં સીઝનમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૦૦,૦૦૦ બોરીના વેપારો થઇ ચૂક્યા છે.

ગુજરાતમાં આ વર્ષે ધાણાની અવાક 23587 ગુણીની અવાક નોંધાઈ છે, સરેરાશ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સાપેક્ષ આવક વધી છે. અને ગત વર્ષની તુલનાએ ધાણાના ભાવમાં ખાસો ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગોંડલ યાર્ડમાં ધાણાની અવાક 3744 ગુણીની અવાક હતી અને ભાવ ઊંચામાં રૂ.1301 થી નીચામાં રૂ.2191 ના ભાવ રહ્યા હતા.

માર્કેટયાર્ડ જૂનાગઢમાં ધાણાની અવાક 1621 ગુણીની અવાક હતી અને ભાવ ઊંચામાં રૂ.1425 થી નીચામાં રૂ.2250 ના ભાવ રહ્યા હતા.

જામજોધપુર યાર્ડમાં ધાણાની અવાક 3500 ગુણીની અવાક હતી અને ભાવ ઊંચામાં રૂ.1500 થી નીચામાં રૂ.2020 ના ભાવ રહ્યા હતા.

હળવદ યાર્ડમાં ધાણાની અવાક 6403 ગુણીની અવાક હતી અને ભાવ ઊંચામાં રૂ.1650 થી નીચામાં રૂ.2515 ના ભાવ રહ્યા હતા.

કાલાવડમાં ધાણાની અવાક 2900ગુણીની અવાક હતી અને ભાવ ઊંચામાં રૂ.1650 થી નીચામાં રૂ.1970 ના ભાવ રહ્યા હતા.

અમરેલી માર્કેટયાર્ડમાં ધાણાની અવાક 1344 ગુણીની અવાક હતી અને ભાવ ઊંચામાં રૂ.1130 થી નીચામાં રૂ.2218 ના ભાવ રહ્યા હતા.

જસદણ માર્કેટયાર્ડ ધાણાની અવાક 1000 ગુણીની અવાક હતી અને ભાવ ઊંચામાં રૂ.1450 થી નીચામાં રૂ.2100 ના ભાવ રહ્યા હતા.

ખેડૂત મિત્રોએ ધાણાની પરિસ્થિતિ પર નજર રાખવી હિતાવહ, જેથી સારા ઉત્પાદન મેળવતા ખેડૂતોને હજુ સારા ભાવ મળે એવી શક્યતા છે, ઉદયપુરમાં વેપારીઓ સંમેલનમાં ધાણાના ભાવ વધીને મણના રૂ.3400 થી રૂ.3500 થવાની આગાહી કરવામાં આવીતી.

Leave a Comment