હાલ જીરૂની બજારમાં મે વાયદાની એક્સપાયરી પહેલા બેતરફી મુવેમેન્ટ હતી અને ઝડપી તેજીને બ્રેક લાગી હતી. જીરૂમાં વેચવાલી ઓછી અને નિકાસ વેપારો થોડા ચાલુ હોવાથી ભાવમાં રૂ.૫૦નો સુધારો હતો. જીરૂમાં હાલ વેચવાલી ઓછી છેઅને સામે થોડા-થોડા વેપારો ચાલ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.
ગુજરાતમાં જીરુંના ભાવની વાત કરીએ તો સૌથી વધુ ભાવ હળવદ માર્કેટયાર્ડ માં રહ્યા હતા. હળવદ જીરુંના ઊંચા ભાવ રૂ. 5832 અને નીચામાં રૂ. 5115 ભાવ રહ્યા હતા.
મે મહિનાનો જીરૂ વાયદો રૂ.૨૦ વધીને રૂ.૨૮૪૦૦ અને જૂ વયાદો રૂ.૨૬૦ ઘટીને રૂ.૨૭૦૪૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની બજારમાં આગામી દિવસોમાં જો સટ્ટાકીય મુવમેન્ટ આવશે તો વાયદો ૩૦ હજાર નજીક પહોંચશે, પરંતુ જો વેચવાલી આવશે તો ભાવ જૂન વાયદામાં રપ હજાર જોવા મળી શકે છે.
જીરૂમાં તેજીને બ્રેક લાગી, નિકાસ ભાવમાં મણે રૂ.૫૦નો સુધારો જોવાયો, જીરૂમાં મેની એક્સપાયરી પહેલા બે તરફો મુવમેન્ટ જોવાશે , જૂન વાયદો ૨.૨૦ હજાર નજીક…
સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ હળવદ જીરુંના ભાવ 5115 થી 5832, રાજકોટ જીરુંના ભાવ 4500 થી 5770, સાવરકુંડલા જીરુંના ભાવ 4500 થી 5750, મોરબી જીરુંના ભાવ 4600 થી 5700, જૂનાગઢ જીરુંના ભાવ 5000 થી 5680, જામજોધપુર જીરુંના ભાવ 4321 થી 5651, ધ્રાંગધ્રા જીરુંના ભાવ 4950 થી 5650, જામખંભાળીયા જીરુંના ભાવ 5100 થી 5600 અને પાટડી જીરુંના 4800 થી 5600ના ભાવ રહ્યા હતા.
તાજેતરની જીરૂમાં તેજી બાદ રાજકોટમાં આવકો વધીને ચાર હજાર બોરી નજીક પહોંચી હતી, પંરતુ ઉઝા બાજુ આવક-ભાવ સ્ટેબલ રહ્યાં હતા.
જીરૂમાં હવે ઊંચા ભાવથી ચાઈનાની લેવાલી અટકી શકે છે, ચાઈનામાં જીરૂનાં મોટા પાકની વાતો હોવાથી તે પોતાની જરૂરિયાત પુરતી જ ખરીદી કરી રહ્યું હોવાથી ભાવ એક મયાદા સુધી જ વધશે.