ગુજરાતમાં મગફળીની બજારમાં ભાવ નરમ હતા. ઉનાળુ મગફળીની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી ધારણા છે. બીજી તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં શનિવારની સ્થિતિએ છ થી સાત હાજર ગુણી હજી મગફળી વેચાણ વગરની પેન્ડિંગ પડી હતી. જે બતાવે છે કે બજારો નીચી છે. અને ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે.
ઉનાળુ મગફળીની ભાવનગર વ્યારા અને ઉત્તર ગુજરાતના દરેક સેન્ટરમાં ગાવે ચાલુ સપ્તાહથી આવકો શરૂ થઈ જાય એવી ધારણા છે. ડીસા યાર્ડમાં આ સપ્તાહે નવી મગફળી દેખાય તેવી ધારણા છ. આ વર્ષે ઉનાળુ પાક બનાસકાંઠામાં મોટો થયો છે અને ત્યાંની આવકો આવશે એટલે ધાણામાં વેપારો વધે તેવી ધારણા છે.
ગોંડલમાં મહારાષ્ટ્ર કે બંગાળની મગફળીના શનિવારે કોઈ વેપાર નહોતા. ચાલુ સપ્તાહથી આવકો વધે તેવી સંભાવના દેખાય છે. સૌરાષ્ટ્રના ગોંડલ યાર્ડમાં છ થી સાત હજાર ગુણી મગફળી પેન્ડિંગ પડી હોવાનો વેપારીનો અંદાજ.
હિંમતનગરમાં આજે નવી મગફળીની 100 બોરીની અવાક સામે ભાવ રૂ.1250 થી 1360 હતા. રાજકોટમાં મગફળીની 10 હજાર ગુણીની અવાક હતી. ભાવ જી-20માં રૂ.1140 થી 1220, સુપરમા રૂ.1250 થી 1290 હતા. 39 નંબરમાં એવરેજ રૂ.1080 થી 1220, સુપરમા રૂ.1250 થી 1330 અને બીટી-32માં રૂ.1180 થી 1240, સુપરમા રૂ.1240 થી 1270 હતા.
ગોંડલમાં મગફળીની 14 થી 15 હાજર ગુણીની અવાક હતી. અને 13 હજાર ગુણીના વેપાર થયા હતા. ભાવ 20 કિલોના જી-20માં રૂ.1200 થી 1325, બીટી-32માં રૂ.1225 થી 1300, 39 નંબરમાં રૂ.1100 થી 1350 અને 37નંબરમાં રૂ.1100 થી 1225 હતા. નવી ઉનાળુ મગફલીની 12 થી 150 બોરીની અવાક સામે ભાવ રૂ.1350 હતા.