CM Gaumata Nutrition Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા-પાંજરાપોળને રૂ.7.13 કરોડની સહાય ચૂકવાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

CM Gaumata Nutrition Yojana (મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના): મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી.

આ બેઠકમાં વષ ૨૦૨૪-રપના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૧૬ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ ર૦ર૪-રપના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૪૧ ગૌશાળા-પાંજરાપોળના ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ માટે રૂ. ૧૨૦ કરોડથી વધુની સહાય અપાઈ…

પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૨૬,૦૦૦થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર હારા રૂ. ૭.૧૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ ગૌસેવા આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે.

ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ર૦૨૪-રપના પ્રથમ તબક્કા હેઠળ અત્યાર સૂધીમાં રાજ્યની ૧,૪૭૧ ગૌશાળા-પાંજરાપોળના આશરે ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ માટ કુલ રૂ. ૧૨૦ કરોડથી વધુની સહાય 1931ના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે.

જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.

ગુજરાતમાં રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો (નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ.૩૦ લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.

Leave a Comment