Gujarat weather update: અશોક પટેલની આગાહી આ વિસ્તારમાં ૭મી તારીખ સુધી ચોમાસુ વરસાદનો વિરામ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Gujarat weather update (ગુજરાત હવામાન અપડેટ): હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે અને હજુ થોડા ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ છે. દરમિયાન આગામી ૭ ઓકટોબર સુધીદ.ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજા વિરામ લેશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહીના પગલે ગરબા ખેલેૈયાઓ તથા નવરાત્રી આયોજકો રાહતનો શ્વાસ લઇ શકે છે. આ આગાહીમાં નવરાત્રીના પ્રારંભિક ચારેક દિવસો આવી જાય છે અને તેમાં કાંઠાળ સૌરાષ્ટ્રને બાદ કરતા બાકીના ભાગોમાં સુકા વાતાવરણનું કહેવામાં આવ્યું છે. એટલે વરસાદની ખાસ સંભાવના રહેતી ન હોવાનું માની શકાય છે.

અશોકભાઈ પટેલે જણાવેલ કે,હાલની પરિસ્થિતિ જબ હાલમાં ચોમાસુ વિદાય રેખા મેરોઝપુર, સીરસા, ચુરૂ, અજમેર, માઉન્ટ આબુ, ગુજરાતનું ડીસા, સરેનદ્રનગર, જુનાગઢ અને ત્યાંથી ૨૧ ગ્રી નોર્થ અન ૭૦ ઇસ્ટમાં વિદાય થયું છે.

ગરબા ખેલૈયાઓ – આયોજકોને રાહત આપનારી આગાહી : તા.7 ઓકટોબર સુધી વરસાદી ગતિવિધિ ઘટશે : વાતાવરણ સુકુ બનશે…

આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ વિદાય રાજસ્થાન,હરીયાણા, પંજાબના થોડાવધુ ભાગો તેમજ જમ્મુ-કાશ્મીર, લડાખ, ગિલગીટ, બલતીસ્તાન, મુઝફરાબાદ અને હિમાચલ ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ પરિબળો તેયાર થાય છે.

એક દોઢ કિ.મી.ના લેવલમાં કોમોરીન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી લંબાય છે. એક ટ્રફ ૧.૫ કિ.મી.થી ૩.૫ કિ.મી.ના લેવલમાં નોર્થ કોકણથી દક્ષિણ પૂર્વ યુ.પી. (એમ.પી. ઉપરથી પસાર થઇ) સુધી લંબાય છે.

ક્યારે ચોમાસુ વિદાય લેશે?

સમગ્ર કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.  ચોમાસાની વિદાય રેખા છેલ્લા છ દિવસથી આગળ વધતા અટકી ગઇ હોવાનો નિર્દેશ : બે-ત્રણ દિવસમાં ઉત્તર ભારતના રાજયોમાંથી ચોમાસુ પાછુ ખેંચાવાના પરીબળો સર્જાશે.

વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની ૧ ઓકટોબરથી છ ઓકટોબર સુધીની આગાહો : આગાહો સમયમાં દ.ગુજરાતમાં થોડા દિવસ છુટાછવાયા ઝાપટા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટાની સંભાવના : મુખ્યત્વે વાતાવરણ સુકુ રહેશે…

અશોકભાઈ પટેલની આગાહી

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧ થી ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગાહી સમયગાળા દરમિયાન ઘટશે.

મુખ્યત્વે દ.ગુજરાતમાં થોડા દિવસો છુટાછવાયા ઝાપટાની શક્યતા છે અને દ.ગુજરાતની નજીકના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છુટાછવાયા ઝાપટાની શક્યતા આગાહી સમયમાં બે-એક દિવસ રહેશે.

આગાહી સમયમાં ઉત્તર ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાત અનેબાકીના સૌરાષ્ટ્ર – ક્રચ્છમાં મુખ્યત્વે સુકુ વાતાવરણ એટલે કેવરસાદની ગતિવિધિની શક્યતા ઓછી છે.

Leave a Comment