Cotton price today gujarat: ગુજરાતમા સતત વરસાદથી કપાસના પાકમાં નુકસાનીથી કપાસ ભાવમાં ઘટાડાને બ્રેક લાગી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Cotton price today gujarat (કપાસના ભાવ કેવા રહેશે) કપાસના ભાવ આજના: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સાર્ષત્રીક વરસાદ હતો, અમુક વિસ્તારને બાદ કરતા અનેક એરિયામાં સારો વરસાદ પડ્યો હોવાથી કપાસના પાકમાં નુકસાની વધી શકે છે. આ સંજોગોમાં કપાસની બજારમાં આવકો વધતી અટકશે અને ક્વોલિટીવાળો કપાસ પણ ઓછો આવે તેવી સંભાવના છે.

વરસાંદને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધી ગયુ છે. હવે આગામી દિવસોમાં ઊઘાડ ક્યારે વધે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

સૌરાષ્ટ્રમાં નવા કપાસની બોટાદમાં ચાર હજાર મણ, અમરેલીમાં પાંચ હજાર મણની આવક હતી. ગઢડામાં ૫૦૦ મણની આવક હતી.

રાજકોટમાં જૂના કપાસની ૨૫૦૦ મણનો આવક હતી અને ભાવ ૪-જીમાં રૂ.૧૫૮૦થી ૧૬૦૦, એ ગ્રેડમાં રૂ.૧૫૫૦થી ૧૫૮૦, બી ગ્રેડમાં રૂ.૧૫૦૦થી ૧૫૩૦ અને સૌ ગ્રેડમાં રૂ.૧૩૦૦થી ૧૪૫૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૬૪૦ની જોવા મળી નવા કપાસની ૪૫૦૦ મણની આવક હતી અને ભાવ ક્ુપર ટાઈપ રૂ.૧૫૨ ૦થો ૧૫૭૦, મિડીયમ રૂ.૧૩૪૭૦થી ૧૪૫૦, ભેજવાળા રૂ.૧૨૫૦થી ૧૩૩૦ હતા. એક એન્ટ્રી નવામાં રૂ.૧૬૦૦ની હતી.

રૂની બજારમાં ઘટાડાને બ્રેક લાગને ભાવમાં સ્થિરતા જોવા મળી

રૂની બજારમાં ખાસ કોઈ ફેરફાર નહોંતો. વરસાદને કારણે રૂની આવકને બ્રેક લાગી હતી. આગામી દિવસોમાં જો વધારે વરસાદ પડશે તો કપાસના પાકમાં નુકસાનની સંભાવનાએ રૂના ભાવમાં સુધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

રૂની બજારમાં આગળ ઉપર બજારો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. ગુજરાતમાં રૂના ભાવમાં કાઈ ફેરફાર નહોંતો. ૨૯ અમ.એમ. અને ૩.૮ માઈકનો ભાવ રૂ.૫૮,૮૦૦થી ૫૯,૨૦૦ હતા. કલ્યાણ રૂના ભાવ ટકેલા રહ્યા હતાં અને રૂ.૪૨,૨૦૦થી ૪૨,૭૦૦ના હતા. ઉત્તર ભારતમાં રૂના ભાવ રૂ.૨૫૦ જેવા’ઘટ્યાં હતાં.

કપાસના ભાવમાં ઘટાડાને બ્રેક લાગી, આવકો પણ વધતી અટકશે, કપાસાય ખોળ વાયદામાં ટૂંકી વધઘટે બે તરફી અથડાતા ભાવ, પાકિસ્તાનને IMFની જંગી સહાય મળતાં બે અબજ ડોલરની રૂ આયાત કરશે…

કપાસિયા ખોળની બજાર

કપાસિયા ખોળ વાયદો રૂ.૯ વધીને રૂ.૩૦૩૯ સપાટી પર બંધ રહ્યો હતો. હાજર ભાવમાં કપાસિયા ખોળના ભાવમાં રૂ.૨૦નો વધારો જોવા મળ્યો હતો.

કપાસિયા ખોળના ભાવ ૫૦ કિલોનાં કડીમાં પાતળા ક્વોલિટીમાં રૂ.૧૬૬૦થી ૧૭૧૦, પ્રીમિયમ -ક્વોલિટીમાં રૂ.૧૯૭૦ થી ૨૦૭૦ હતા. મોરબીમાં એવરેજ ક્વોલિટીનાં રૂ.૧૮૧૦થી ૧૮૯૦ અને પ્રોમિયમ ક્વોલિટીમાં રૂ.૧૮૯૦ થી ૧૯૬૦ હતા.

કપાસિયા સોડના ભાવ કડીમાં ૨૦ કિલોનાં રૂ.૭૬૦ થી ૮૧૦ હતા. જ્યારે રાજકોટમાં રૂ.૭૭૫ થી ૮૦૫ અને ગોંડલમાં રૂ.૭૮૫ થી ૮૧૫ હતા.

ગુજરાતના કપાસ સીઝનના રૂના વેચાણ ભાવ ઘટાડયા

અગ્રણી મલ્ટીનેશનલ કંપનીઓ તા.૧૦મી ઓક્ટોબર માટે ગુજરાતના ચાલુ સીઝનના રૂના વેચાણ ભાવ રૂ।.૫૫૦ ઘટાડીને રૂ.૫૮,૭૫૦ આપ્યા હતા. ગુજરાતનું ૨૮.૭ મિમિ. લેન્થનું અને ૭૪ આર.ડી.નું રૂ ઓફર કરાયું હતું.

મહારાષ્ટ્રના ચાલુ સીઝનના રૂના વેચાણ ભાવ તા.૧૦ ઓકટોબર માટે રૂ.૫૦૦ ઘટાડીને રૂ.૬૧,૦૦૦ આપ્યા હતા. મહારાષ્ટ્રન્‌ ૨૯.પ લેન્થવાળ અને ૭૫ આર.ડી.વાળા રૂની ઓફર હતી. તેલંગાનાના રૂના ભાવ તા.૧૦મી ઓકટોબર માટે પણ રૂ.૫૦૦ ઘટાડીને રૂ.૬૦,૦૦૦ રાખ્યા હતા.

નવી સીઝનના ડોમેસ્ટિક રૂની ઓફર ફેબ્રઆરી-માર્ચ માટે રૂ.૨૦૦ ઘટાડીને રૂ.૬૧,૫૦૦ અને એપ્રિલ- જુન માટે રૂ.૨૫૦ ઘટાડીને રૂ.૬૧,૦૦૦ની ઓફર આપી CCI એ શુક્રવારે પણ રૂના ભાવ યથાવત રાખ્યા હતા. કવારે સીસીઆઈની એકપણ ગાંસડી વેચાઇ નહોતી.

ચીનમાં ગાર્મેન્ટ ડિમાન્ડ વધાતાં રૂ વાયદામાં ઉછાળો

ચૌનમાં નેશનલ હોલિડે નિમિતે સરકારે કેશ સહાય કરતાં કાપડ અને ગાર્મેન્ટની ડિમાન્ડમાં એકાએક ઉછાળો આવતાં ચીનના ર્‌ વાયદામાં શુક્રવારે ઉછાળો જોવા મળ્યો હતો જેને પગલે કોટનયાર્ન વાયદા સતત ત્રીજે દિવસે વધ્યા હતા.

વિદેશ કપાસ માર્કેટ અપડેટ

અમેરિકન રૂની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો, ડોલરની મજબૂતી અને ક્રુડતેલની સતત આગળ વધતો મંદીને પગલે ગુરૂવારે સતત બોજે દિવસે ન્યુયોર્ક રૂ વાયદા ઘટયા હતા. ન્યુયોર્ક રૂ બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ગુરૂવારે ઓવરનાઇટ ઇન્ટ્રા ડે વધીને ૭૪.૨૦ સેન્ટ અને ઘટીને ૭૨.૬૦ સેન્ટ થયા બાદ ૦.૨૫ ટકા ઘટીને ૭૩.૦૨ સેન્ટ બંધ રહ્યો હતો. માર્ચ-૨૦રપનો વાયદો ૦.૩૧ ટકા ઘટીને ૭૪.૭૭ સેન્ટ બંધ રહ્યો હતો.

વોલ્યુમ ડિસેમ્બર વાયદામાં ૩,૨૮૭ લોટ વધીને ૨૧,૪૩૯ લોટ અને માર્ચ વાયદામાં ૧,૦૯૯ લોટ વધીને ૮,૪૮૨ લોટ રહ્યું હતું. ન્યુયોર્ક રૂ વાયદામાં એક લોટ ૫૦ હજાર પાઉન્ડનો હોય છે. એક પાઉન્ડ ૪૫૪ ગ્રામનો હોય છે. બંને કોન્ટ્રેક્ટમાં ગુરૂવારે વોલ્યુમ વધ્યું હતું.

હાલ ન્યુયોર્ક રૂ વાયદામાં ઓપન ઇન્ટરેસ્ટ ડિસેમ્બર વાયદામાં ૧,૦૬૨ કોન્ટ્રેક્ટ ઘટીને ૧,૨૬,૨૩૮ ‘ કોન્ટ્રેક્ટ અને માર્ચ-૨૦૨પના વાયદામાં ૮૨૬ કોન્ટ્રેક્ટ વધીને ૪૮;૧૦ર૨ કોન્ટ્રેક્ટ રહ્યું હતું. ન્યુયોર્ક રૂ વાયદામાં હાલ સીધા બદલા ચાલી રહ્યા છે. ડિસેમ્બરથી માર્ચમાં હાલ ૧.૭૫ સેન્ટનો સીધો બદલો છે જે અગાઉના દિવસે ૧.૮૦ સેન્ટનો હતો.

ભારતીય ટેક્સટાઇલ ઉધોગમાં રોજગારી ઉભી કરવાનું આયોજન

ભારતીય ટેક્સટાઇલ અને રેડિમેઇડ ગાર્મેન્ટ ઉદ્યોગ વૈશ્વિક સ્પર્ધાને કારણે નબળો પડવાના સંકેતો મળી રહ્યા છે જેની અસરે. છેલ્લા બે વર્ષથી ટેક્સટાઇલ એક્સપોર્ટનો વધારો ઘટયો છે ત્યારે કેન્દ્રીય ટેક્સટાઇલ મિનિસ્ટર ગિરિરાજ સિંહે ૨૦૩૦ સુધીમાં ૩૫૦ અબજ ડોલરની ટેક્સટાઇલ નિકાસનો લક્ષ્યાંક નક્કી કરીને એક કરોડ નવી રોજગારી ઉભી કરવાનો રોડમેપ તૈયાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશમાં ૭૦કરોડ રૂપિયાના ખર્ચે પી.એમ. મિત્ર પાર્ક બનાવવાની યોજના છે.

Leave a Comment