આવતા શુક્રવાર સુધીમાં રાજયોમાં મેઘરાજાનો સંતોષકારક રાઉન્ડ આવી જશે . રાજયના ૭૫% વિસ્તારોમાં વરસાદના બે રાઉન્ડ આવશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧ થી ૮ જુલાઈ સુધીની આગાહી : અર્ધોઅર્ધ ભાગોમાં બે રાઉન્ડ વરસી જશે : અનેક પરિબળો ભાગ ભજવશે…
તેઓએ જણાવેલ કે દેશમાં પંજાબ અને હરિયાણામાં આજે ચોમાસુ બેસી જશે. આમ રાજસ્થાનના થોડા ભાગો, લાગુ ગુજરાત બોર્ડર વિસ્તાર, પશ્ચિમ એમ.પી. બોર્ડરન અમુક ભાગોમાં ચોમાસુ બેસવાનું બાકી છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧ થી ૮ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમય દરમિયાન સમગ્ર દેશમાં ચોમાસુ બેસી જશે . જેથી આગાહીના પાછલા દિવસોમાં ચોમાસુધરી અસ્તિત્વમાં આવી જશે.
૮ જુલાઈ સુધી રાજયના ૪૫ ટકા વિસ્તારોમાં વરસાદના બે રાઉન્ડ આવશે : પંજાબ અને હરિયાણામાં ચોમાસુ બેસી જશે…
આગાહીના સમયમાં અસરકર્તા સિસ્ટમો આ મુજબ છે . મધ્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં ૩.૧ થી ૫.૮ ક્રિ.મી.ના લેવલે એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. આ અપરએર સાયકલોનીક સર કયુલેશનનો ડક રાજસ્થાનથી લઈ ગુજરાત ઉપરથી પસાર થશે.એક ઓફસોર ટૂફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી અલગ અલગ દિવસે મોનસુન ટ્રફ દરિયાના લેવલનો સક્રિય રહેશે.
હૈયે ટાઢક આપતી આગાહી : રાજકોટ સહિત ગુજરાતભરમાં એક સપ્તાહમાં સંતોષકારક વરસાદનો રાઉન્ડ આવશે…
ચોમાસુધરીની જેમ અત્યાર ઉત્તર રાજસ્થાનથી બંગાળનો ખાડી સુધી ટૂફ હોય છે તે હાલમાં નોર્મલથી થોડોક પંજાબ તરફ છે. આગાહી સમયમાં આ ટ્રફ અથવા ચોમાસુધરી નોર્મલ થઈ જશે અને અમુક દિવસે દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ આવશે. બંગાળની ખાડી બાજુના અપરએર સાયકલોનીક સરકયુલેશન આ ટ્રફ ઉપરથી પસાર થશે.
આવતા દિવસોમાં મુંબઈથી ઉત્તરે ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન ૩.૧ કિ.મો.ના લેવલમાં થશે ત્યારે ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો ગુજરાત તરફ આવી જશે.
- ડુંગળીની બજારમાં નિકાસ માંગ કે સ્ટોકિસ્ટોની માંગ પર ડુંગળીના ભાવ નો આધાર
- તલની નિકાસની લેવાલી સારી હોવાથી તલના ભાવમાં નોન સ્ટોપ તેજી
- ખરીફ વાવેતર માટે મગફળીમાં બિયારણની વધતી માંગથી મગફળીના ભાવમાં ચમકારો
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
ગુજરાતમાં ગઈકાલે ૧૧૮ તાલુકામાં વરસાદ પડચો હતો. જેમાંથી ૭૭ તાલુકાઓમાં ૧૦ મી.મી.થી વધુ વરસાદ પડચો હતો.