ગુજરાતમાં તલની આવકમાં ઘટાડો જોવા મળશે તલના ભાવ વધવાની ધારણા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ગુજરાતમાં ઉનાળુ તલનો ક્રોપનો અંદાજ 1.32 લાખ ટનનો છે જેમાં કાળા અને ગોલ્ડ તલનો ક્રોપ 15 થી 20 હજાર ટન થયો છે. ચાલુ વર્ષે સફેદ અને કાલા તલના ભાવ સીઝનના પ્રારંભથી ઊંચા હોઈ અને માર્કેટયાર્ડઓ અવાક પ્રમાણમાં ઝડપી થઈ છે જેને કારણે હવે પછીના સમયગાળામાં અવાક ધીમી પડશે.

ગુજરાતમાં ઉનાળુ ટાલની ક્વોલિટી આ વર્ષે ઘણી સારી જોવા મળી છે. સામાન્ય રીતે ઉનાળુ સીઝનમાં આવતા તાલમાં પેસ્ટીસાઈડનું પ્રમાણ વધુ જોવા મળે છે પણ આ વર્ષે પેસ્ટીસાઈડનું પ્રમાણ બહુજ ઓછું જોવા મળ્યું છે જેને કારણે ચાલુ સીઝનમાં હલ્દીની નિકાસ ગત વર્ષ કરતા વધુ થવાની ધારણા છે.

બે અઠવાડિયા પહેલા સફેદ અને કાળા તલના ભાવ વધે તેવું લાગતું નહોતું કારણ કે કોરિયાના ટેન્ડરમાં ભારતને ૫૦ ટકા જ ઓર્ડર મળે તેવું લાગતું હતું પણ કોરિયાના ૧ર હજાર ટનના સફેદ તલના ટેન્ડરમાં ભારતને ૯૨ ટકા એટલે કે ૧૧,૧૦૦ ટનનો ઓર્ડર મળ્યો છે.

કોરિયાનું ટેન્ડર હાલના ભાવ કરતાં મણે ૧૦૦ રૂપિયા ઊંચા ભાવે ગયું છે. આથી આગળ જતાં સફેદ તલમાં મણે ૧૫૦ થી ૨૦૦ રૂપિયા વધવાની ધારણા વધી છે વળી પશ્ચિમ બંગાળનો બ્રાઉન તલનો પાક બે લાખ ટન આવવાની ધારણા હતી તેની બદલે ત્યાં સવા લાખ ટન જ પાક આવ્યો છે કારણ કે પાછળથી ઊભા પાક પર વરસાદ પડતાં પાક બગડી ગયો છે.

કાળા તલમાં પણ બર્માનો ક્રોપ વરસાદને કારણે ઓછા આવવાની ગણતરી હોઇ કાળા તલમાં પણ મણે ૧૦૦ થી ૧૫૦ રૂપિયા વધી શકે છે.

સફેદ તલના ભાવ હાલ મણના ૨૨૦૦ થી ૨૩૦૦ રૂપિયા બોલાય છે જે વધીને ૨૫૦૦ રૂપિયા થવાની ધારણા છે. કાળા તલના ભાવ ૨૩૦૦ થી ૨૭૦૦ રૂપિયા છે તે વધીને ૨૫૦૦ થી ૨૮૦૦ રૂપિયા થાય તેવું લાગે છે.

Leave a Comment