ડુંગળીની બજારમાં ઓછી આવક વચ્ચે પણ ભાવમાં રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. ડુંગળીમાં અત્યારે નિકાસ વેપારો નથી અને બીજી તરફ બજારમાં વેચવાલો પણ ઘટી રહીછે. સરકાર દ્વારા નિકાસમાં રાહતો ન અપાય ત્યાં. સુધો ડુંગળીની બજારમાં ભાવ સુધરે તેવા સંજોગો નથી. અત્યારે ડુંગળીમાં નિકાસ વેપારો થતા નથી, જેને કારણે બજારમાં ટેકો મળતો નથી.
મહુવામાં લાલ ડુંગળીની ૭૦૦૦ થેલીની આવક સામ ભાવ રૂ.૧૨૬ થી ૩૩૧. હતા. સફેદના સાત હજાર કટ્ટાના વેપાર સામે ભાવ રૂ.૨૧૦થો ૩૨૬ હતા.
ગોંડલમાં લાલ ડુંગળીની ૧૧ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૧ થી ૩૦૬ હતા, જ્યારે સફેદની ૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૫૦ થી ૨૭૭૨ હતા.
ડુંગળીમાં લેવાલીનાં અભાવમાં ભાવમાં રૂ.૧૦ થી ર૦નો ઘટાડો જોવાયો, સફેદ ડુંગળીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો, હજી આવક ઘટશે…
રાજકોટમાં ડુગળીની ૪૦૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૩૦ થી ૩૮૦ હતા. લાસણગાંવ મંડીમાં ભાવ ઉનાળુ ડુંગળીમાં રૂ.૧૦૦૦ થી ૧૯૦૦ હતાં જ્યારે મોડલ ભાવ રૂ.૧૭૨૦ પ્રતિ ક્વિન્ટલનાં ક્વોટ થયા હતાં. ગોલ્ટી ક્વોલિટીમા રૂ.૦૦૦ થી ૧૨૭૧ અને નબળી ક્વોલિટીમાં રૂ.૫૦૦ થી ૧૧૦૦ હતા.
નાસિકમાં પણ ગરમીને કારણે નવી ડુંગળીની આવકો જોઈએ એટલી વધતી નથી. આગામી દિવસોમાં આવકો થોડી માત્રામાં વધી જશે. ચોમાસાને શરૂઆત સુધી ડુંગળીમાં આવકો મિશ્ર રહે તેવી ધારણા છે.