gujarat weather news today: આજથી ઠંડી પુરબહારમા શનિ- સોમ લોકો ઠુઠવાશે : અશોકભાઈ પટેલ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

હવે ડિસેમ્બર મહિનો પૂરો થવામાં દસેક દિવસ બાકી છે પરંતુ આ વખતે જોઈએ એવો શિયાળાનો માહોલ જામ્યો નથી. દરમિયાન ઠંડીનો સારો એવો પ્રથમ રાઉન્ડ આવ્યો છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આજથી ઠંડીમાં ક્રમશ: વધારો જોવા મળશે. ૨૬મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનો પારો હાલ જે ન્યુનતમ તાપમાન છે. તેના કરતાં ૪ થી ૬ ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. તા.૨૪ અને ૨૬ ડિસેમ્બરના ઠંડીની અસર વધુ જોવા મળશે. દિવસ દરમ્યાન પણ ઠંડીની અસર વર્તાશે.

તેઓએ જણાવેલ કે ઘણા સમયથી જાણે શિયાળો ગુમ થઈ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળેલ. પરેતુ આજથી ઠંડીની અસર દેખાશે અને ક્રમશઃ ૪ થી ૬ ડીગ્રી મહત્તમ અને ન્યુનતમ તાપમાન ઘટશે.


ગઈકાલે ન્યુનતમ તાપમાન રાજકોટ ૧૯ , અમદાવાદ ૧૬.૫, અમરેલી ૧૬, વડોદરા૧૭, ડીસા ૧૪.૬ જયારે મહત્તમ તાપમાન રાજકોટ ૩.૩.૭, અમદાવાદ ૩૨.૩, અમરેલી ૩૨,પ,વડોદરા ૩ર અનેડીસા ૩૧ આબધા તાપમાન નોર્મલથી ૩ થી પ ડીગ્રી ઉંચા હતા.

હાલમાં નોર્મલ તાપમાન ૨૯.૩૦ ડીગ્રી મહત્તમ જયારે ન્યુનતમ નોર્મલ તાપમાન ૧-૩ થી ૧૪ અને રાજસ્થાનને લાગુ ઉત્તર ગુજરાતમાં ૧૧,૧ ર ડીગ્રી ગણાય.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૧ થી ૨૭ ડીસેમ્બર (બુધ થી મંગળ) સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં મુખ્યત્વે ઉત્તરના પવન રહેશે એટલે કે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર- પૂર્વની વચ્ચેના રહેશે. વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખુ અને સુકુ જોવા મળશે.


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં મહત્તમ અને ન્યુનતમ તાપમાનમાં આજથી ઘટાડો થશે. જે તા.ર૪ થી ૨૬ ડીસે.માં ૪ થી ૬ ડીગ્રીનો ઘટાડો થશે. હાલના શિયાળામાં ગરમ વાતાવરણમાં રાહત થશે અને ફરી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.

મહત્તમ તાપમાનની રેન્જ ફરી ૨૭-૨૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૦ થી ૧૩ ડીગ્રીની રેન્જમાં રહે તેવી શકયતા છે.

Leave a Comment