આગામી દિવસોમાં ગરમી વધશે તો આગામી શનિવારથી બુધવાર સુધી એકલ દોકલ વિસ્તારમાં છાટાછુટીની શકયતા છે. તો તા.૩, ૪,પ,અને ૯ માર્ચના અમુક સેન્ટરોમાં હીટવેવની સંભાવના છે. ગરમીનો પારો ૩૯ થી ૪૦ ડીગ્રીની રેન્જમાં આવી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલએ જણાવ્યુ છે.
તેઓએ જણાવેલ કે હાલમા સૌરાષ્ટ્ર કચ્છ-ગુજરાતમાં મહતમ તાપમાન નોર્મલથી ૩ થી ૪ ડીગ્રી વધુ રહે છે. જેમકે અમદાવાદ, ૩૭.૩, રાજકોટ ૩૭.૩, ભુજ ૩૭.૪ આ બધા નોર્મલથી ૪ ડીગ્રી તાપમાન ઉચું છે અમરેલી ૩૭.૨ (નોર્મલથી ૩ ડીગ્રી ઉચું), હાલ નોર્મલ મહતમ તાપમાન ૩૩ ડીગ્રી ગણાય. જે આવતા એક સપાહમાં નોર્મલ મહતમ તાપમાન ૩૪ ડીગ્રી થઇ જશે.
શનિથી બુધ એક્લ-દોક્લ વિસ્તારમાં છાંટાછટીઃ તા.૩, ૫ અતે ૯ માર્ચના અમૂક સેન્ટરોમાં પારો ૩૯, ૪૦ ડીગ્રીની રેન્જમાં…
વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઇપટેલ એ તા.ર થી ૯ માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર કચ્છ-ગુજરાતમાં પવન મુખ્યત્વે ઉતરના ફુકાશે. તા.૬ માર્ચથી પવન નોર્થ અને નોથે વેસ્ટ બાજુના ફુકાંશે. તા.૬ બાદ પવનની ઝડપ ૧૦ થી ૨૦ કિ.મી.ની રહેશે. આગાહી સમયમાં ક્યારેક કયારેક વાદળા છવાશે.
હાલના મહતમ તાપમાન કરતા પ થી ૬ ડીગ્રીનો વધારો થશે , કયારેક -કયારેક વાદળાઓ છવાશે…
તા.૪ થી ૮ માર્ચ દરમ્યાન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારમાં છાટાછુટીની શકયતા છે તા.૩ થી પ માર્ચ તેમજ તા.૯ માર્ચના મહતમ તાપમાનમાં નોર્મલથી પાંચથી ૬ ડીગ્રી વધારો થશે. મહતમ તાપમાન અમુક સેન્ટરોમાં પારો ૩૯ થી ૪૦ની રેન્જમા પહોચી જશે. તાપમાન ૪૦ડીગ્રીએ પહોચે ત્યારે હીટવેવ કહેવાય.